Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોરા ફતેહીએ અશ્લીલ ગીત પર માફી માંગી:મહિલા આયોગને કહ્યું- હવે આવા આઈટમ સોંગ નહીં કરું; અશ્લીલતા ફેલાવવાનો ઈરાદો નહોતો

    10 hours ago

    ફિલ્મ 'KD ધ ડેવિલ'ના ગીત 'સરકે ચુનર'માં અશ્લીલતા ફેલાવવાના મામલે ગુરુવારે બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થઈ હતી. નોરાએ આયોગને લેખિત માફીપત્ર સુપરત કર્યું અને સ્પષ્ટ કર્યું કે તેનો ઇરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો. નોરાએ મહિલા આયોગને જણાવ્યું કે ભવિષ્યમાં તે આવા આઈટમ સોંગ્સ નહીં કરે જેનાથી મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે અથવા સમાજમાં મહિલાઓ પ્રત્યે ખોટો સંદેશ જાય. આ સાથે નોરાએ અનાથ બાળકીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી પણ લીધી છે. 'મને હિન્દી વર્ઝનની જાણકારી નહોતી' દિલ્હીમાં મહિલા આયોગના ચેરપર્સન વિજયા રહાટકર સમક્ષ હાજર થયા બાદ નોરાએ મીડિયા સાથે વાત કરી. તેણે કહ્યું- ‘મેં લેખિતમાં માફી માંગી લીધી છે. એક કલાકાર તરીકે હું મારી જવાબદારી સમજું છું. મારો ઇરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો, પરંતુ આ એક એવી પરિસ્થિતિ હતી જેમાં મને મૂકી દેવામાં આવી હતી.’ આ પહેલા નોરાએ દાવો કર્યો હતો કે તેણે ફક્ત કન્નડ વર્ઝન માટે શૂટિંગ કર્યું હતું અને તેની સંમતિ વિના તેને હિન્દીમાં ડબ કરવામાં આવ્યું હતું. અનાથ છોકરીઓના ભણતરનો ખર્ચ ઉઠાવશે માફી માંગવાની સાથે જ નોરાએ જાહેરાત કરી કે તે અનાથ છોકરીઓના શિક્ષણને સ્પોન્સર કરશે. નોરાએ કહ્યું- ‘સમાજને પાછું આપવું ખૂબ જ જરૂરી છે. તેથી મેં નક્કી કર્યું છે કે હું કેટલીક અનાથ બાળકીઓના ભણતરનો ખર્ચ ઉઠાવીશ.’ સંજય દત્ત પણ માફી માંગી ચૂક્યો છે ગયા મહિને આ જ ગીતને લઈને એક્ટર સંજય દત્ત પણ NCW સમક્ષ હાજર થયો હતો. તેણે પણ લેખિત માફીનામું આપીને ખેદ વ્યક્ત કર્યો હતો. સુધારાત્મક પગલાં તરીકે સંજય દત્તે 50 આદિવાસી બાળકીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું હતું. આયોગે ગીતમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો અને મહિલાઓના ચિત્રણ પર સખત વાંધો ઉઠાવ્યો હતો. 'સરકે ચુનર' વિવાદ શું છે? આ વિવાદ 15 માર્ચે ફિલ્મના હિન્દી વર્ઝનનું ગીત રિલીઝ થયા બાદ શરૂ થયો હતો. ગીતના બોલને લઈને સોશિયલ મીડિયા પર ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. લોકોએ તેને મહિલાઓનું અપમાન અને અત્યંત અશ્લીલ ગણાવ્યું હતું. વિવાદ વધતો જોઈને મેકર્સે યુટ્યુબ પરથી ગીત હટાવી લીધું હતું. આ ગીતની ટીકા રવિ કિશન, કંગના રનૌત અને સિંગર અરમાન મલિક જેવા ઘણા સેલેબ્સે પણ કરી હતી. ગયા મહિને મહિલા આયોગે મીડિયા રિપોર્ટ્સના આધારે આ ગીત પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. આયોગનું કહેવું હતું કે ગીતના બોલ અને કોરિયોગ્રાફી પ્રથમ દૃષ્ટિએ જાતીય સંકેત આપનારા અને વાંધાજનક છે.
    Click here to Read More
    Previous Article
    ચતુર ચહલની મુર્ખાઈ, ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીતા ઝડપાયો!:હવામાં નિયમોનો ધુમાડો ઉડાવો મોંઘો પડશે, 'નો ફ્લાય લિસ્ટ'નું જોખમ; અગાઉ પરાગનો વાર પડી ગયો હતો
    Next Article
    રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત:પતિની સારવાર માટે માસીયાઈ ભાઈ પાસેથી 2 લાખ વ્યાજે લીધા'તા, 6 લાખ માંગી પઠાણી ઉઘરાણી કરી પતિ-પત્નીને મારી નાખવા ધમકી આપી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment