Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગૌરક્ષકોએ વિશાળ રેલી યોજી:કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌ માતાને 'રાષ્ટ્રમાતા' તરીકે જાહેર કરવા અને ગૌહત્યા પર પ્રતિબંધની માંગ કરી

    8 hours ago

    વલસાડ શહેરમાં આજે વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌભક્તો દ્વારા ગૌ માતાને 'રાષ્ટ્રમાતા' તરીકે જાહેર કરવાની માંગ સાથે એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી 'જય ગૌ માતા'ના નાદથી ગુંજી ઉઠી હતી. ગૌભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ગૌપ્રેમીઓ જોડાયા હતા. તેમના હાથમાં "ગૌ હત્યા બંધ કરો" અને "ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો" જેવા લખાણવાળા બેનરો અને પોસ્ટરો હતા. ગૌભક્તોએ ભારે સૂત્રોચ્ચાર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. રેલી સ્વરૂપે ગૌભક્તો વલસાડ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સરકાર સમક્ષ ગૌરક્ષા માટે કડક કાયદો બનાવવા અને ગાયને રાષ્ટ્રમાતાનું સન્માન આપવાની માંગ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી. જેમાં ગાયને ભારતની 'રાષ્ટ્રમાતા' જાહેર કરવામાં આવે, દેશભરમાં ગૌ-હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કડક કાયદો અમલી બને, અને ગૌચરની જમીનો પરના દબાણો દૂર કરવામાં આવે. આ પ્રસંગે ગૌરક્ષકોએ જણાવ્યું હતું કે, ગાય એ હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે અને તેની રક્ષા કરવી એ દરેક નાગરિકની ફરજ છે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે, જો આગામી દિવસોમાં આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લેઉવા પાટીદાર સમાજમાં વર્ચસ્વની લડાઈ?:ધીરુ ગજેરાએ સુરતમાં અલગ ખોડલધામના વિચારને 'સમાજ વિરોધી' ગણાવ્યો
    Next Article
    546 die every day in traffic accidents; speeding remains biggest killer: NCRB

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment