Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેઉવા પાટીદાર સમાજમાં વર્ચસ્વની લડાઈ?:ધીરુ ગજેરાએ સુરતમાં અલગ ખોડલધામના વિચારને 'સમાજ વિરોધી' ગણાવ્યો

    9 hours ago

    લેઉવા પટેલ સમાજની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામ અને સમાજની એકતાને લઈને જાણીતા પાટીદાર અગ્રણી ધીરુ ગજેરાનું એક સનસનાટીભર્યું નિવેદન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં ધીરુ ગજેરાએ સુરતના અમુક ઉદ્યોગપતિઓ દ્વારા અલગ 'ખોડલધામ' ઊભું કરવાના પ્રસ્તાવ સામે લાલ આંખ કરી છે. તેમણે આ પ્રયાસને સમાજમાં ભાગલા પડાવનારું અને અત્યંત જોખમી પગલું ગણાવ્યું છે. આ સમગ્ર વિવાદ એટલા માટે સર્જાયો છે કે, ગઈકાલે જ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ દ્વારા સુરતના અંત્રોલી ખાતે 40 વીઘામાં ખોડલધામ મંદિર અને સંકુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સુરતના કેટલાક મોટા ગજાના ઉદ્યોગપતિઓ પણ ખોડલધામ જેવું સંકુલ બનાવવાની તજવીજ કરતા હોય તે પ્રકારની ચર્ચાઓ પણ થવા ઉઠી છે. જેને લઈને આ વિવાદ સર્જાયો છે. સુરતના 'પાવરફુલ' ઉદ્યોગપતિઓને આડે હાથ લીધા ધીરુ ગજેરાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગપતિઓ જે ઊંચી વગ અને આર્થિક શક્તિ ધરાવે છે, તેમણે પોતાની શક્તિનો ઉપયોગ સમાજને જોડવા માટે કરવો જોઈએ, તોડવા માટે નહીં. પૈસા હોવા એ સારી વાત છે, પણ એ પૈસાના જોરે આસ્થાના કેન્દ્રોના ભાગલા પાડવા એ નિંદનીય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કરોડોના ખર્ચે બનેલા હીરા બુર્સ જેવા પ્રોજેક્ટ્સ આજે ખાલી પડ્યા છે, ત્યારે સમાજની એકતાના ભોગે આવા નવા સાહસો માત્ર આર્થિક વેડફાટ સાબિત થશે. કાગવડ ખોડલધામ એ પાટીદારોની આન, બાન અને શાન છે તેમણે યાદ અપાવ્યું હતું કે કાગવડ ખાતેનું ખોડલધામ એ કેશુભાઈ પટેલ અને નરેશ પટેલ જેવા અનેક દિગ્ગજોના પરિશ્રમ અને એકતાનું પ્રતીક છે. ધીરુ ગજેરાએ કહ્યું કે, કડવા પાટીદાર સમાજે જે રીતે 'ઉમિયાધામ'ને એક રાખીને સંગઠન શક્તિ બતાવી છે, તેવી જ રીતે લેઉવા પટેલોએ પણ કાગવડને જ સર્વોપરી માનવું જોઈએ. નવા ધામ બનાવવાનો વિચાર એ નરેશ પટેલ અને અન્ય આગેવાનોના વર્ષોના સપનાને ઠેસ પહોંચાડવા સમાન છે. સામાન્ય પાટીદારોના પ્રશ્નો પર ધ્યાન આપવા ટકોર વીડિયોમાં તેમણે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગની પીડાને વાચા આપતા કહ્યું કે, આજે સમાજનો સામાન્ય માણસ મોંઘી શિક્ષણ ફી, આરોગ્યના ખર્ચા અને બેરોજગારીથી પરેશાન છે. ઉદ્યોગપતિઓએ જો ખરેખર સમાજસેવા કરવી હોય તો વિધવા બહેનોના બાળકોની ફી ભરે અથવા હોસ્પિટલોમાં મદદ કરે. માત્ર ભવનો બનાવવા કે શક્તિ પ્રદર્શન કરવાથી સમાજનું ભલું નથી થવાનું. ટ્રસ્ટીઓને જાગૃત થવા હાકલ ધીરુ ગજેરાએ અંતમાં અત્યંત ગંભીરતાપૂર્વક જણાવ્યું કે, જ્યારે કોઈ શક્તિશાળી જૂથ ખોટા માર્ગે જતું હોય, ત્યારે સમાજના ટ્રસ્ટીઓએ મૌન તોડવું જોઈએ. અગાઉના સમયમાં ધર્મગુરુઓ રાજાની ભૂલ સુધારતા, આજે ટ્રસ્ટીઓએ આ જવાબદારી નિભાવવી પડશે. તેમણે તમામ પાટીદાર અગ્રણીઓને અપીલ કરી હતી કે વ્યક્તિગત સ્વાર્થ છોડીને કાગવડ ખોડલધામની ગરિમા જાળવી રાખો અને સમાજની એકતા અખંડ રહે તેવા પ્રયાસો કરો.
    Click here to Read More
    Previous Article
    કનુ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ, સબજેલ હવાલે:HNGU માર્કશીટ કૌભાંડ: 7 દિવસમાં પોલીસને કોઈ કડી ન મળી
    Next Article
    વલસાડમાં ગૌરક્ષકોએ વિશાળ રેલી યોજી:કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌ માતાને 'રાષ્ટ્રમાતા' તરીકે જાહેર કરવા અને ગૌહત્યા પર પ્રતિબંધની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment