Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં પટણી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન:યુવાનોને વ્યસનમુક્ત રાખવા સમસ્ત પટણી સમાજનો પ્રયાસ

    11 hours ago

    વેરાવળ સમસ્ત પટણી સમાજ દ્વારા યુવાનોને વ્યસનોથી દૂર રાખીને તેમના સ્વાસ્થ્યની જાળવણી કરવાના ઉદ્દેશ્યથી 'પટણી પ્રીમિયર લીગ' ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ દ્વારા યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને સકારાત્મક પ્રવૃત્તિઓમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ લીગમાં ખેલાડીઓની પસંદગી ઓપ્શન (હરાજી) દ્વારા કરવામાં આવશે. કુલ 8 ટીમોની રચના કરવામાં આવશે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓ ભાગ લઈ શકશે. ખેલાડીઓ માટે નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 3 મે, 2026 છે. ખેલાડીઓની હરાજી 6 મે, 2026 ના રોજ સાંજે પાંચ વાગ્યે પટણી જમાત, વેરાવળ ખાતે યોજાશે. આઠ પસંદ કરાયેલી ટીમો વચ્ચે ટુર્નામેન્ટ 8, 9 અને 10 મે, 2026 ના રોજ રમાશે. સમસ્ત પટણી સમાજના પટેલ અફઝલ સાહેબે જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં વેરાવળના નામાંકિત ખેલાડીઓ, બહારના ખેલાડીઓ, સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં યુવાનો ભાગ લેશે. આ આયોજનનો મુખ્ય સંદેશ 'રમતગમતથી શરીરને મજબૂત કરો અને વ્યસનથી દૂર રહો' એવો છે, કારણ કે વ્યસન જીવનને બરબાદ કરે છે. આ ટુર્નામેન્ટમાં મનોરંજન માટે ઉત્તમ કોમેન્ટેટરો અને ડીજેના તાલ સાથે ચોગ્ગા-છગ્ગા મારનાર ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવશે. વિજેતા ટીમો અને ખેલાડીઓ માટે મોટી રકમના ઇનામોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર આયોજન અફઝલભાઈ પંજા સરના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ગૌ સમ્માન અભિયાન હેઠળ વિશાળ રેલી:રાષ્ટ્રપતિ, PM, રાજ્યપાલને આવેદનપત્ર માટે કલેક્ટરને રજૂઆત
    Next Article
    હર્ષદ દરિયાકાંઠેથી રૂ. 2.27 કરોડનો ચરસ ઝડપાયું:સિકોતેર માતાજી મંદિર પાછળથી સાડાચાર કિલો અફઘાન ચરસ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment