Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્સિંગ એસોસિએશનની આરોગ્ય મંત્રી સાથે મુલાકાત:આરોગ્ય મંત્રીએ કહ્યું, સેવાની સાથે સંસ્કારનું ભાથું એજ આરોગ્ય વ્યવસ્થાનો સાચો પાયો; પડતર પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી

    2 days ago

    ગુજરાત રાજ્યના નર્સિંગ ક્ષેત્રમાં તાજેતરમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિ અને પારદર્શક ભરતી પ્રક્રિયાને વધાવવા માટે નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. સુરત ખાતે યોજાયેલી આ બેઠકમાં એસોસિએશને રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ કેડરમાં લેવામાં આવેલા ઐતિહાસિક અને હકારાત્મક નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આરોગ્ય મંત્રીએ આ તકે નર્સિંગ સ્ટાફને રાજ્યની આરોગ્ય વ્યવસ્થાની સાચી કરોડરજ્જુ ગણાવી પ્રોત્સાહિત કર્યા હતા. સેવાની સાથે સંસ્કારનું ભાથું: આરોગ્ય મંત્રી આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ નર્સિંગ અધિકારીઓ સાથે સંવાદ કરતા એક ઉમદા વિચાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "સેવાની સાથે સંસ્કારનું ભાથું જ આધુનિક આરોગ્ય વ્યવસ્થાનો સાચો પાયો છે." મંત્રીએ ઉમેર્યું કે નર્સિંગ સ્ટાફનું વર્તન એ માત્ર ફરજ નથી પરંતુ એક મનોવિજ્ઞાન છે. જે રીતે એક નાના છોડને યોગ્ય આકાર આપી શકાય છે, તેવી જ રીતે નર્સિંગના વિદ્યાર્થીકાળથી જ તેમનું યોગ્ય ઘડતર થવું અનિવાર્ય છે. જો નર્સિંગના અભ્યાસક્રમમાં 'બિહેવિયર'ને 'સ્પિરિચ્યુઅલ પાવર' (આધ્યાત્મિક શક્તિ) સાથે જોડવામાં આવે, તો નર્સિંગ મેનેજમેન્ટ વધુ મજબૂત બનશે અને સમાજને કરુણાસભર અધિકારીઓ મળશે. 5000થી વધુ નર્સિંગ સ્ટાફની ભરતી નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલે વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં નર્સિંગના ઇતિહાસમાં પ્રથમ વખત GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) મારફતે એક જ વર્ષમાં 50થી વધુ નર્સિંગ અધિકારીઓ, પ્રિન્સિપાલ અને નર્સિંગ તજજ્ઞોની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત, કોવિડ-19 મહામારી બાદ રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 5000થી વધુ નર્સિંગ સ્ટાફની કાયમી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ આંકડાઓ રાજ્ય સરકારની આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ કરવાની કટિબદ્ધતા દર્શાવે છે. ગુજરાતનું નર્સિંગ મોડેલ હવે 'કેરળ મોડેલ'ની સમકક્ષ ગુજરાતની નર્સિંગ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. કોવિડ બાદ ગુજરાતના 500થી વધુ નર્સિંગ સ્ટાફની પસંદગી દેશની પ્રતિષ્ઠિત AIIMS જેવી સંસ્થાઓમાં થઈ છે, જે સાબિત કરે છે કે ગુજરાતનું નર્સિંગ સ્તર હવે કેરળ મોડેલની સમકક્ષ પહોંચ્યું છે. આ ઉપરાંત, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટની 150થી વધુ જગ્યાઓ ભરીને વર્ષો જૂના બઢતી-બદલીના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓને તેમની પસંદગીના સ્થળે નિમણૂંકનો લાભ પણ મળ્યો છે. પડતર પ્રશ્નોના નિરાકરણની ખાતરી આ બેઠક દરમિયાન નર્સિંગ એસોસિએશન દ્વારા કર્મચારીઓના અલાઉન્સ, વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડમાં વધારો, બઢતીના બાકી પ્રશ્નો અને ઉચ્ચતર પગાર ધોરણના કેસો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ આ તમામ મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળીને ટૂંક સમયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. વધુમાં, નર્સિંગ ક્ષેત્રને મજબૂત કરવા આગામી જૂન મહિનામાં અમદાવાદ ખાતે એક વિશેષ પરિસંવાદનું આયોજન પણ કરવામાં આવશે. આ મુલાકાત પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિપકમલ વ્યાસ, પ્રમુખ હિતેશ ભટ્ટ, ઈકબાલ કડીવાલા, હેમદીપ પટેલ, નિલેશ લાઠીયા તેમજ એસ્ટર માર્ગે, જ્યોત્સનાબેન ચૌધરી, લક્ષ્મણ ચારણ, વિરેન પટેલ, જગદીશ બુહા, અલ્પેશ શાહ અને શૈલેષ નાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં પટની પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ:યુવાનોને વ્યસનમુક્ત કરવા સમસ્ત પટની સમાજનો પ્રયાસ
    Next Article
    Surat Youth Bengal Report |સાંભળો પશ્ચિમ બંગાળની સ્થિતિની કહાની ગુજરાતીની જુબાને| Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment