Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં પટની પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ:યુવાનોને વ્યસનમુક્ત કરવા સમસ્ત પટની સમાજનો પ્રયાસ

    2 days ago

    વેરાવળમાં સમસ્ત પટની સમાજ દ્વારા "પટની પ્રીમિયર લીગ" ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરીને વ્યસનથી દૂર રાખવાનો છે. સમાજમાં વધી રહેલા વ્યસનના પ્રભાવને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે. વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં યુવાનો નશીલા પદાર્થો અને અન્ય વ્યસનો તરફ આકર્ષાઈ રહ્યા છે. આનાથી તેમનું ભવિષ્ય અને પરિવારનું જીવન પ્રભાવિત થાય છે. રમતગમત યુવાનોમાં શિસ્ત, ટીમ સ્પિરિટ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવામાં મદદ કરી શકે છે. આ ટુર્નામેન્ટમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓ ભાગ લેશે. ખેલાડીઓની પસંદગી "ઓપ્શન સિસ્ટમ" દ્વારા કરવામાં આવશે, જેનાથી કુલ 8 ટીમો બનશે. ખેલાડીઓ માટે નોંધણીની છેલ્લી તારીખ 3 મે 2026 છે. 6 મેના રોજ સાંજે 5 વાગ્યે પટની જમાત વેરાવળ ખાતે ખેલાડીઓની પસંદગી માટે ઓપ્શન પ્રક્રિયા યોજાશે. સમસ્ત પટની સમાજના પટેલ અફઝલ પંજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટ 8, 9 અને 10 મે 2026 દરમિયાન યોજાશે. તેમાં વેરાવળના ખેલાડીઓ ઉપરાંત બહારના ખેલાડીઓ, સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે. આ આયોજનનો મુખ્ય સંદેશ "રમતગમત અપનાવો, વ્યસન છોડાવો" છે. આયોજકો દ્વારા મેચો ઉપરાંત મનોરંજનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મેદાનમાં કોમેન્ટ્રી, ડીજે અને દર્શકો માટે મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરાશે. ખેલાડીઓ માટે ઇનામી રકમોની પણ જાહેરાત કરવામાં આવી છે. સમાજના આગેવાનોનું માનવું છે કે જો યુવાનોને યોગ્ય દિશા અને પ્લેટફોર્મ આપવામાં આવે તો તેઓ સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે. “પટની પ્રીમિયર લીગ” માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં પરંતુ સમાજને વ્યસનમુક્ત બનાવવા તરફનો એક સકારાત્મક સંદેશ અને સામાજિક અભિયાન બની રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દરેક ધાર્મિક પ્રથાને કોર્ટમાં પડકારવી યોગ્ય નથી:સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું- તેનાથી અનેક કેસ આવશે, ધર્મ-સમાજ પર અસર પડશે
    Next Article
    નર્સિંગ એસોસિએશનની આરોગ્ય મંત્રી સાથે મુલાકાત:આરોગ્ય મંત્રીએ કહ્યું, સેવાની સાથે સંસ્કારનું ભાથું એજ આરોગ્ય વ્યવસ્થાનો સાચો પાયો; પડતર પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment