Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાગરાની ગંધાર સોલ્ટ કંપનીમાં અકસ્માત:લોખંડનો શેડ તૂટતા એક કામદારનું મોત

    12 hours ago

    વાગરા તાલુકાના ગંધાર વિસ્તારમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં એક ગંભીર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. કંપની પરિસરમાં કામગીરી દરમિયાન લોખંડનો શેડ તૂટી પડતા એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીમાં નિયમિત કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ભારે લોખંડનો શેડ ધરાશાયી થયો હતો. શેડનો કાટમાળ નજીકમાં કામ કરી રહેલા કર્મચારી પર પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કર્મચારીને સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલાં જ તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે શેડ જર્જરિત હાલતમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. કંપનીમાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે કેમ તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. આ અકસ્માત બાદ કંપની પરિસરમાં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું અને કામદારોમાં પણ ચિંતા વ્યાપી હતી.
    Click here to Read More
    Previous Article
    આજે 11 જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદની આગાહી:રાજકોટ 42.9°C સાથે દેશનું સૌથી ગરમ શહેર; 9થી 12 મે સુધી યલો એલર્ટ જારી, બે દિવસ ભયાનક તાપ પડશે
    Next Article
    દિનેશ રાઠોડનું સુરેન્દ્રનગર મનપા કમિશનર દ્વારા સન્માન:નિવૃત્તિ બાદ સમાજ સેવા બદલ કરાયું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment