Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગ:હિન્દુ-મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

    10 hours ago

    આજે તારીખ 07-05-26 ના રોજ બોટાદમાં ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. આ આવેદનપત્ર ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો-મહંતો, ઇસ્લામિક ધર્મના વડાઓ અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શનિદેવ મંદિરના મહંત જાનકીદાસ બાપુ, ભીડભંજન આશ્રમના મહંત ભરતગીરીબાપુ અને ઇસ્લામિક ધર્મના પ્રમુખ મૌલાના શોકતઅલીનો સમાવેશ થાય છે. આવેદનપત્ર સુપરત કરતી વખતે હિન્દુ અને મુસ્લિમ સમાજે સાથે મળીને કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા. ગૌરક્ષકો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની આ માંગને યોગ્ય ગણાવવામાં આવી હતી. બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાએ જણાવ્યું હતું કે, આ પ્રાર્થનાપત્ર દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીને તેમની યોગ્ય માંગણી પૂરી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં છેવાડાના વિસ્તારો ટેન્કરના ભરોસે:ઉનાળાનાં પ્રારંભે જ વોર્ડ નં-11, 12 અને 18 ના અનેક વિસ્તારોમાં પાણીનો પોકાર, તંત્રની 'નલ સે જલ' યોજના સામે સવાલ
    Next Article
    15 મિનિટમાં જ ચોરીને અંજામ આપી ત્રિપુટી ફરાર, CCTV:નાગરવાડામાં બંધ મકાનના તાળા તોડી રોકડ-દાગીનાની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment