Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં વન્યપ્રાણીએ 15થી વધુ લોકોને બચકાં ભર્યા:બાળકીનો ગાલ ફાડી ખાધો તો વૃદ્ધાની માથાના વાળ સાથે ચામડી ખેંચી કાઢી, વૌવા ગામના CCTVમાં કેદ થયું જંગલી જનાવર

    16 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુરના વૌવા ગામે મોડી રાત્રે એક વન્યપ્રાણીએ નિંદ્રાધીન 15થી વધુ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બાળકીનો ગાલ ફાડી ખાધો તો વૃદ્ધાના માથાના વાળ સાથે ચામડી ખેંચી કાઢી હતી. તેમજ અન્ય લોકોને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગામમાં લાગેલા CCTVમાં એક ઝરખ (હાયના) જતું દેખાય છે. ગ્રામજનો દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ વૌવા ગામે પહોંચ્યું હતું. ઘટનાસ્થળેથી પ્રાણીના પગના નિશાન મેળવી તથા સ્થાનિકોની પૂછપરછ કરી હુમલો કરનાર પ્રાણીની ઓળખ મેળવવાની તપાસ હાથ ધરી છે. 'જંગલી શિયાળને મુક્કો મારી પુત્રને માંડ-માંડ છોડાવ્યો' પ્રત્યક્ષદર્શી ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈ આહીરે જણાવ્યું હતું કે, રાત્રે સાડા ચાર વાગ્યાના અરસામાં તેમના ઘર તરફ આવ્યું અને તેમના પુત્રને પકડી લીધો હતો. શિયાળને મુક્કો મારી પુત્રને માંડ-માંડ છોડાવ્યો હતો. ત્યાંથી ભાગીને શિયાળે તેમના મોટાભાઈને જડબાના ભાગે બચકાં ભર્યા હતા. ત્યારબાદ હડકાયું શિયાળ ઠાકોરવાસમાં ઘૂસી છથી સાત લોકો તથા રવેચીના મેદાનમાં સૂતા અન્ય લોકો પર હુમલો કર્યો હતો. શિયાળે સવાર સુધી સતત લોકોને નિશાન બનાવ્યા હતા. ડૉ. આકાશ પટેલ (મેડિકલ ઓફિસર, GMERS હોસ્પિટલ, ધારપુર)એ જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી લગભગ 15 દર્દી આવ્યા છે, જે દરેકને કોઈ જનાવર કરડ્યું હતું. દરેકને ઇમ્યુનોગ્લોબ્યુલિન પૂરા પાડ્યા છે અને જેમને વધારે સિવિયર રીતે કરડ્યું હતું, તે ત્રણ દર્દીની વધુ સારવાર ચાલુ છે. હડકાયા શિયાળે માત્ર માણસો જ નહીં પરંતુ ગાય અને વાછરડા પર પણ હુમલો કર્યો છે. ઈજાગ્રસ્ત અથવા સારવારની જરૂર હોય તેવા તમામ ગ્રામજનોને તાત્કાલિક ગામના પાદરમાં 'દૂધ ડેરી' પાસે એકઠા થવા જણાવાયું છે. સ્થાનિક રહેવાસી દિલીપ ઠાકોરે કહ્યું કે, આજે સવારે 5 વાગે દીવાલ ટપીને એક શિયાળ આવી હતી. જે અમારા ગામના જમાઈને કરડી ગઈ છે. હાલ તેમને ધારપુર દાખલ કર્યા છે. તો બધાને નમ્ર વિનંતી કે કોઈ રાત્રે નાના બાળકોને બહાર ન મોકલે. આતંક મચાવનાર પ્રાણીની તપાસ ચાલી રહી છે: RFO રાજેન્દ્રસિંહ વાઘેલા વન્યપ્રાણીના હુમલાની જાણ થતાં જ સ્થાનિક વન વિભાગ વૌવા ગામે દોડી ગયું હતું. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક RFO રાજેન્દ્રસિંહ વાઘેલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા ગામમાં આતંક મચાવનાર પ્રાણી ચોક્કસ કયું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભજનમાંથી પરત ફરી સુતેલા મહિલાને મોઢાના ભાગે બચકું ભર્યું સ્થાનિક મહિલાના જણાવ્યા અનુસાર, વહેલી સવારે આશરે 5 વાગ્યે તેઓ મંદિર ખાતે ભજનમાંથી પરત ફરીને પોતાના ઘર પાસે સૂતા હતા. તે દરમિયાન અચાનક બાવળની ઝાડીઓમાંથી એક શિયાળ આવ્યું અને હુમલો કરી મોઢાના ભાગે ગંભીર રીતે બચકું ભરી લીધું હતું. ઘટનાસ્થળે બાવળની કંટીમાંથી આવીને જાળી નીચેથી નીકળેલા પ્રાણીના ચિહ્નો જોવા મળ્યા છે. મહિલા પર હુમલો કર્યા બાદ પ્રાણી ત્યાંથી ભાગી છૂટ્યું હતું. ઘટનાસ્થળે જમીન પર મોટા પ્રમાણમાં લોહી પથરાયેલું જોવા મળ્યું હતું. ગામમાં હજી પણ આ પ્રાણી રખડતું હોવાની શક્યતાને પગલે ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો છે અને દરેકને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હુમલો કરનાર પ્રાણી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી ઉલ્લેખનીય છે કે, વૌવા ગામમાં એવી ચર્ચા છે કે, હુમલો કરનાર હિંસક પ્રાણી શિયાળ હતું. જોકે, વન વિભાગે હજુ સુધી હુમલો કરનાર પ્રાણી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. વન વિભાગ દ્વારા સ્થળ પરથી પગના નિશાન મેળવી તથા અન્ય ટેક્નિકલ તપાસ બાદ જ હુમલો કરનાર પ્રાણી શિયાળ હતું કે અન્ય કોઈ જંગલી જનાવર તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બેટિંગ, બોલિંગ પછી હવે કેપ્ટનશીપમાં પણ છવાયો વૈભવ સૂર્યવંશી:પહેલો જ DRS માસ્ટરસ્ટ્રોક બન્યો, અમ્પાયરે નિર્ણય બદલવો પડ્યો; આખી મેચ પલટાઈ ગઈ, VIDEO
    Next Article
    અમદાવાદમાં બે દિવસમાં લોકોએ સ્વેચ્છાએ 263 હથિયારો જમા કરાવ્યા:22 વિસ્તારોમાંથી છરી, તલવાર સહિતના હથિયારો પોલીસને સોંપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment