Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ખનન રોકવા ગયેલી ટીમ પર હુમલો:ગોમા નદીના પટમાં ખનીજ માફિયાઓએ લાકડીઓ અને પાવડા વડે માર માર્યો, બે અધિકારીઓ ઈજાગ્રસ્ત

    6 days ago

    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે ગેરકાયદેસર રેતી ખનન રોકવા ગયેલી ખાણ ખનિજ વિભાગની ટીમ પર હુમલો થયો છે. ગોમા નદીના પટમાં ખનન રોકવા પહોંચેલી ટીમ પર ખનીજ માફિયાઓએ લાકડીઓ અને પાવડા વડે હુમલો કર્યો હતો, જેમાં બે અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાલોલના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદીમાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખાણ ખનિજ વિભાગની ટીમ તપાસ અને કાર્યવાહી કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ નદીના પટમાં પહોંચતા જ ખનીજ માફિયાઓની ટોળકીએ તેમના પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં માઇન સુપરવાઇઝર કેયુરભાઈ સાંજેલીયા અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર કર્મરાજ જાડેજા ઘાયલ થયા હતા. હુમલા બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત બંને અધિકારીઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સરકારી અધિકારીઓ પર થયેલા આ હુમલાને પગલે જિલ્લા વહીવટી તંત્રમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સરકારે ઘર તોડ્યું, દીકરીએ તંબુમાં રહી SSCમાં 94 ટકા મેળવ્યા:વિપરીત સંજોગો હોવા છતા અમદાવાદની વિદ્યાર્થિનીએ હિંમત ન હારી, હવે UPSC પાસ કરવાનો ગોલ
    Next Article
    રાજકોટમાં વેકેશનમાં ધમધમતી શાળાઓનો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો:ઉનાળુ વેકેશન શરૂ થયા બાદ DEO એ રજાનો પરિપત્ર કર્યો, શાળા સંચાલક મંડળે સ્કૂલોમાં શનિવારે છેલ્લા દિવસની જાહેરાત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment