Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં ગૌ સન્માન આહવાન રેલી યોજાઈ:ગૌહત્યા પર પ્રતિબંધ, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવેદન

    2 days ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં 7 મેના રોજ “ગૌ સન્માન દિન” નિમિત્તે એક રેલી યોજાઈ હતી. ગણેશપુરા વિશ્વકર્મા મંદિરથી મામલતદાર કચેરી સુધી આ “ગૌ સન્માન આહવાન અભિયાન રેલી” યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, યુવાનો, મહિલાઓ અને સામાજિક હિન્દુ સંગઠનો જોડાયા હતા. રેલી દરમિયાન ગૌરક્ષા સંબંધિત બેનરો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગૌ માતાની સેવા, સંવર્ધન અને ગૌહત્યાબંધી અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો. ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત મોડાસા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ભારતમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા, ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સન્માનિત પદ આપવા, ગૌ સેવા માટે કેન્દ્રીય કાયદો લાગુ કરવા અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવાની માંગણી કરવામાં આવી હતી. આ ઉદ્દેશ્ય સાથે મોડાસા તાલુકાના 7600 થી વધુ લોકોએ હસ્તાક્ષર કરીને રાજ્યપાલ, મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પ્રાર્થનાપત્ર પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. અરવલ્લી જિલ્લાના આઠ તાલુકા સહિત ભારતભરમાં ગૌ સન્માન આહવાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગૌ સંરક્ષણને માત્ર ધાર્મિક લાગણી જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિક તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. મોડાસા શહેરમાં યોજાયેલી આ રેલીએ લોકોમાં ગૌસેવા પ્રત્યે જાગૃતિ અને સંસ્કૃતિના રક્ષણનો સંદેશ ફેલાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બોટાદ શાકમાર્કેટમાં કાળઝાળ ગરમી વચ્ચે છાશ વિતરણ:જૈન વેપારી ભોળાભાઈ અને ગ્રુપ દ્વારા 3000 લોકોને લાભ અપાયો
    Next Article
    PM Modi Vadodara Visit | PM મોદી આવશે વડોદરાની મુલાકાતે | Political News|Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment