Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કે ડી કેન્સર સેન્ટરનો પ્રારંભ:બીજા તબક્કામાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને રેડિયોલોજી થેરાપી મળશે, ગુજરાતમાં મોઢાં અને ગળાના કેન્સરના દર્દીઓમાં વધારો

    11 hours ago

    અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે કે.ડી હોસ્પિટલ દ્વારા અદ્યતન કે. ડી કેન્સર સેન્ટરની આજથી શરૂઆત કરવામાં આવી છે. દિન પ્રતિદિન ગુજરાતમાં મોઢા અને ગળાના કેન્સરમાં સતત વધારો થઈ રહ્યો છે. મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર પણ વધી રહ્યા છે ત્યારે લોકો કેન્સરની શરૂઆત થાય ત્યારથી જ તેમનું નિદાન કરાવી શકે જેને લઈને તમામ સુવિધાઓ સાથેનું કેન્સર સેન્ટર બનાવવામાં આવ્યું છે. માત્ર કેન્સરની જ નહીં પરંતુ તેની સાથેના અલગ અલગ રોગોની પણ સારવાર કરવામાં આવશે. કેમ્પસમાં નિષ્ણાંતો ફુલ ટાઈમ ઉપલબ્ધ રહેશે કે.ડી હોસ્પિટલના સર્જીકલ ઓનકોલોજી અને રોબોટિક્સ સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ ડો. સોમેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે કેન્સર રોગ માટે જ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી, પરંતુ વ્યક્તિની સારવાર પર અમે ધ્યાન આપી રહ્યા છીએ કેન્સરની સારવાર સાથે અલગ અલગ રોગો પણ જોવા મળતા હોય છે ત્યારે તેની સારવાર પણ સાથે કરવી પડે છે. જે તમામ સારવાર એક જ કેમ્પસમાં મળી શકશે. તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન કેન્સર સેન્ટર બનાવવામાં આવ્યું છે. કે.ડી કેન્સર સેન્ટરમાં સર્જીકલ ઓન્કોલોજી, મેડિકલ ઓનકોલોજી, રેડીએશન ઓનકોલોજી, ન્યુક્લિયર મેડિસિન અને રોબોટિક સર્જરીના નિષ્ણાંતો ફુલ ટાઈમ ઉપલબ્ધ રહેશે. કેન્સરની સાથે અન્ય સારવારના સેન્ટરો કે .ડી હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર ડો. અદિત દેસાઈએ જણાવ્યું હતું કે કેન્સર સેન્ટર માત્ર બીમારીની સારવાર નથી પરંતુ આશાને ફરી જીવંત કરવા અને નવી દિશા આપવા માટે વધુ સંવેદનશીલ અને ગૌરવપૂર્ણ બનાવવા માટેનું આ સેન્ટર છે. અદ્યતન ટેકનોલોજી સાથે કેન્સરની સારવાર કરી શકાય તેના માટે શરૂ કરવામાં આવ્યું છે. કેન્સરની સાથે અલગ અલગ સારવાર આપવામાં આવે છે તેના માટેના પણ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને રેડિયોલોજી થેરાપી મળી રહેશે વધુમાં અદિત દેસાઈએ જણાવ્યું હતું કે કેન્સરના રોગ માટે હવે લોકોમાં જાગૃતતા આવી છે. જેથી આ રોગના નિદાન માટે લોકો કેન્સર સેન્ટર અને હોસ્પિટલમાં આવી રહ્યા છે પહેલા લોકોને કેન્સર હોય તો પણ ખબર પડતી નહોતી. જો કે હવે કેન્સરના રોગોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત અને અમદાવાદમાં તેના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂરિયાત છે. આગામી બીજા તબક્કામાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને રેડિયોલોજી થેરાપી જેવી અધ્યતન સુવિધાઓ સાથે એક જ જગ્યાએ તમામ પ્રકારની સારવાર મળી રહેશે.
    Click here to Read More
    Previous Article
    હિન્દુ-મુસ્લિમ યુવક-યુવતીના લગ્નનો વિવાદ:મેટ્રો કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશન કરવા આવતા હોવાની જાણ થતા VHP કોર્ટ પર પહોંચ્યું, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
    Next Article
    Surat Health Department News | સુરતમાં આરોગ્ય વિભાગના વિવિધ સ્થળોએ દરોડા | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment