Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેલવાસમાં કારની ટક્કરે માસૂમ બાળકનું મોત:ગુસ્સે ભરાયેલા ટોળાએ કાર ચાલકને માર મારી કાર સળગાવી

    9 hours ago

    સેલવાસના ઉલ્ટન ફળિયા રિંગરોડ પર એક કારની ટક્કરે માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કાર ચાલકને માર મારી કારને આગ ચાંપી દીધી હતી. યોગી મિલન સોસાયટી નજીક એકદંત બિલ્ડિંગ પાસે મુખ્ય માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી વેગનઆર કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા નાના બાળકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકનું લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતક બાળક ઉલ્ટન ફળિયાનો જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માસૂમ બાળકનું મોત જોઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ ભાગવાનો પ્રયાસ કરી રહેલા કાર ચાલકને પકડી પાડી જાહેરમાં માર માર્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ કારને આગ ચાંપી દીધી હતી, જેના કારણે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સેલવાસ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી આરોપી કાર ચાલકને લોકોના ચુંગાલમાંથી છોડાવી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સમ્રાટ કેબિનેટનું આજે વિસ્તરણ, PM મોદી રોડ શો કરશે:નીતિશના પુત્ર નિશાંત મંત્રી બનશે; ભાજપમાંથી 14, જેડીયુમાંથી 13 ધારાસભ્યો શપથ લેશે
    Next Article
    ગીરના રાજાની શ્વાન કરતાં પણ બદતર હાલત:સિંહ પાછળ ક્રૂરતાપૂર્વક કાર દોડાવતો વીડિયો વાઈરલ; સિંહપ્રેમીઓમાં રોષ, DCFએ આપ્યા તપાસના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment