Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરના રાજાની શ્વાન કરતાં પણ બદતર હાલત:સિંહ પાછળ ક્રૂરતાપૂર્વક કાર દોડાવતો વીડિયો વાઈરલ; સિંહપ્રેમીઓમાં રોષ, DCFએ આપ્યા તપાસના આદેશ

    11 hours ago

    એશિયાટિક સિંહોનું ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહોની હાલત અત્યંત દયનીય બની રહી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. વન્યજીવોના રક્ષણના દાવાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર સિંહ પજવણીનો એક અત્યંત શરમજનક વીડિયો વાઈરલ થયો છે, જેમાં કેટલાક શખસો સિંહ પાછળ બેફામ રીતે કાર દોડાવી રહ્યા છે. શું છે સમગ્ર ઘટના? વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રાત્રિના સમયે રેવન્યુ વિસ્તારના માર્ગ પર એક સિંહ જઈ રહ્યો છે. આ દરમિયાન સિંહની પાછળ એક કારમાં સવાર શખસો હેડલાઇટના પ્રકાશે તેની પાછળ ક્રૂરતાપૂર્વક ગાડી દોડાવે છે. ડરેલો સિંહ જીવ બચાવવા રસ્તા પર દોડતો જોવા મળે છે. સિંહની આ હાલત જોઈને પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે, ગીરના રાજાની હાલત અત્યારે શ્વાન કરતાં પણ બદતર બની ગઈ હોય તેવું આ વીડિયો પરથી જણાય છે. ધારી ગીર પૂર્વના DCFએ આપ્યા તપાસના આદેશ પ્રાથમિક અનુમાન મુજબ આ વીડિયો અમરેલી જિલ્લાના કોઈ ગ્રામ્ય (રેવન્યુ) વિસ્તારનો છે. વીડિયોમાં દેખાય છે કે, સિંહને પજવવા માટે તેની અત્યંત નજીક કાર લઈ જઈ તેને ભગાડવામાં આવ્યો. ધારી ગીર પૂર્વના DCF (ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) દ્વારા આ મામલાની ગંભીર નોંધ લેવામાં આવી છે અને તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. 'વનવિભાગને સાયબર સેલની ટ્રેનિંગ આપવાની જરૂર' ધારી ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે, જે વીડિયો સોશિયલ મીડિયામા વાઈરલ થયો છે તે ક્યા વિસ્તારનો છે તે તપાસ કરી રહ્યા છીએ. પરંતુ, આ પ્રકારના વીડિયો કોણે ઉતાર્યો અને કોણે વાઈરલ કર્યો તે માટે સાયબર સેલથી જાણી શકાય એમ છે. આના માટે વનવિભાગને સાયબર સેલની ટ્રેનિંગ આપવાની જરૂર છે. આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયાના અનેક એકાઉન્ટમાં અપલોડ કરેલા હોય છે, જેથી હવે વનવિભાગમાં પણ સાયબરસેલની મદદની જરૂર છે. વન વિભાગને ખુલ્લી ચેલેન્જ અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ તેની સાથે જ પજવણીના બનાવોમાં પણ તોતિંગ વધારો થયો છે. વન વિભાગ દ્વારા અવારનવાર કડક કાર્યવાહીની વાતો કરવામાં આવે છે, તેમ છતાં ટીખળખોરોમાં કાયદાનો કોઈ ડર રહ્યો હોય તેમ લાગતું નથી. આ વીડિયો વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે સીધો પડકાર ફેંકી રહ્યો છે. વન્યજીવ પ્રેમીઓમાં આક્રોશ સ્થાનિક લોકો અને વન્યજીવ પ્રેમીઓનું કહેવું છે કે, સિંહ આપણું ગૌરવ છે, પરંતુ મનોરંજન માટે જે રીતે સિંહોને હેરાન કરવામાં આવે છે તે અસહ્ય છે. જો આવા લોકો સામે દાખલારૂપ કાર્યવાહી નહીં થાય, તો સિંહોની વસ્તી પર જોખમ ઊભું થઈ શકે છે. હાલમાં વન વિભાગ દ્વારા આ વીડિયો કયા વિસ્તારનો છે અને કારમાં સવાર શખસો કોણ હતા, તે દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વહેલી તકે આ ગુનેગારોની ધરપકડ થાય તેવી લોકમાગ ઉઠી છે. --- આ પણ વાંચો ખેડૂતો માટે સિંહ બન્યા 'મિત્ર' સામાન્ય રીતે આંબાના બગીચામાં જ્યારે કેસર કેરીનો પાક તૈયાર થાય, ત્યારે ખેડૂતો હજારો રૂપિયાનો ખર્ચ કરીને સિક્યુરિટી ગાર્ડ કે રખેવાળો રાખતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં આવેલા ઝર ગામમાં કુદરતનો એક એવો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે, જ્યાં કોઈ માણસ નહીં પણ સાક્ષાત વનરાજ કેસર કેરીના બગીચાની ચોકી કરી રહ્યા છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… 42 ડિગ્રી કાળઝાળ ગરમી વચ્ચે સિંહોનો ખુલ્લો વિહાર સમગ્ર ગુજરાત સહિત અમરેલી જિલ્લામાં હાલ ઉનાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે આ આકરી ગરમીની અસર વનરાજો પર પણ જોવા મળી રહી છે. દિવસભર ગરમ લૂ અને અસહ્ય તાપથી બચવા સિંહો ઝાડીઓમાં છુપાયેલા રહે છે, પરંતુ રાત્રિ થતાં જ ઠંડકની શોધમાં સિંહોના ટોળાં ખુલ્લા વિસ્તારો અને માર્ગો પર વિહરતા જોવા મળી રહ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…
    Click here to Read More
    Previous Article
    સેલવાસમાં કારની ટક્કરે માસૂમ બાળકનું મોત:ગુસ્સે ભરાયેલા ટોળાએ કાર ચાલકને માર મારી કાર સળગાવી
    Next Article
    Mothers day 2026 : हर बच्‍चे को मां को देनी चाह‍िए फाइनेंशियल स‍िक्‍युर‍िटी, ये 5 इंवेस्‍टमेंट दें उपहार में

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment