Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ટ્રાફિક સમસ્યા સામે પોલીસે કાર્યવાહી કરી:બેફામ પાર્કિંગ કરનારા વાહનો ટોઈંગ કરાયા, દંડ વસૂલ્યો

    8 hours ago

    બોટાદ શહેરમાં દિનપ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં બેફામ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે દંડ વસૂલવામાં આવ્યો હતો અને વાહનો ટોઈંગ કરાયા હતા. ટાવર રોડ, શાકમાર્કેટ અને દીનદયાળના પૂતળા પાસેના વિસ્તારોમાં લોકો વાહનો બેફામ પાર્ક કરીને જતા રહે છે. જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બોટાદ પોલીસે પેટ્રોલિંગ કરીને આવા અનેક વાહનોને ટોઈંગ વાહન દ્વારા ખસેડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન વાહનચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરીને કારણે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં મદદ મળશે તેવી લોકચર્ચા છે. જો ટ્રાફિક શાખા દ્વારા આવી કામગીરી નિયમિતપણે ચાલુ રાખવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં દીકરીઓના જન્મદર ઘટાડામાં રામગોપાલનો હાથ?:5 વર્ષમાં ત્રણવાર હોસ્પિટલના નામ બદલ્યું, ‘મમતા’ના નામે ચલાવતો કતલની હાટડી; ઘરે આવી ગર્ભ પરીક્ષણ કરતો, 15 હજારમાં ગર્ભપાત
    Next Article
    Prem Watsa’s Fairfax to hike stake in IIFL Capital to 51 pc via Rs 2,000 cr fund infusion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment