Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરના રાજાની સુરક્ષા સામે સવાલ:સિંહ પાછળ ક્રૂરતાપૂર્વક કાર દોડાવતો વીડિયો વાઈરલ; શ્વાન કરતાં પણ બદતર હાલત, સિંહપ્રેમીઓમાં રોષ

    2 days ago

    એશિયાટિક સિંહોનું ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહોની હાલત અત્યંત દયનીય બની રહી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. વન્યજીવોના રક્ષણના દાવાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર સિંહ પજવણીનો એક અત્યંત શરમજનક વીડિયો વાઈરલ થયો છે, જેમાં કેટલાક શખસો સિંહ પાછળ બેફામ રીતે કાર દોડાવી રહ્યા છે. શું છે સમગ્ર ઘટના? વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રાત્રિના સમયે રેવન્યુ વિસ્તારના માર્ગ પર એક સિંહ જઈ રહ્યો છે. આ દરમિયાન સિંહની પાછળ એક કારમાં સવાર શખસો હેડલાઇટના પ્રકાશે તેની પાછળ ક્રૂરતાપૂર્વક ગાડી દોડાવે છે. ડરેલો સિંહ જીવ બચાવવા રસ્તા પર દોડતો જોવા મળે છે. સિંહની આ હાલત જોઈને પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે, ગીરના રાજાની હાલત અત્યારે શ્વાન કરતાં પણ બદતર બની ગઈ હોય તેવું આ વીડિયો પરથી જણાય છે. પ્રાથમિક અનુમાન મુજબ આ વીડિયો અમરેલી જિલ્લાના કોઈ ગ્રામ્ય (રેવન્યુ) વિસ્તારનો છે. વીડિયોમાં દેખાય છે કે, સિંહને પજવવા માટે તેની અત્યંત નજીક કાર લઈ જઈ તેને ભગાડવામાં આવ્યો. ધારી ગીર પૂર્વના DCF (ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) દ્વારા આ મામલાની ગંભીર નોંધ લેવામાં આવી છે અને તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. વન વિભાગને ખુલ્લી ચેલેન્જ અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ તેની સાથે જ પજવણીના બનાવોમાં પણ તોતિંગ વધારો થયો છે. વન વિભાગ દ્વારા અવારનવાર કડક કાર્યવાહીની વાતો કરવામાં આવે છે, તેમ છતાં ટીખળખોરોમાં કાયદાનો કોઈ ડર રહ્યો હોય તેમ લાગતું નથી. આ વીડિયો વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે સીધો પડકાર ફેંકી રહ્યો છે. વન્યજીવ પ્રેમીઓમાં આક્રોશ સ્થાનિક લોકો અને વન્યજીવ પ્રેમીઓનું કહેવું છે કે, સિંહ આપણું ગૌરવ છે, પરંતુ મનોરંજન માટે જે રીતે સિંહોને હેરાન કરવામાં આવે છે તે અસહ્ય છે. જો આવા લોકો સામે દાખલારૂપ કાર્યવાહી નહીં થાય, તો સિંહોની વસ્તી પર જોખમ ઊભું થઈ શકે છે. હાલમાં વન વિભાગ દ્વારા આ વીડિયો કયા વિસ્તારનો છે અને કારમાં સવાર શખસો કોણ હતા, તે દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વહેલી તકે આ ગુનેગારોની ધરપકડ થાય તેવી લોકમાગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા PMને લોહીથી પત્ર લખ્યો:સુરતના વેપારીઓએ સીરીંજથી લોહી કાઢી અક્ષરો કંડાર્યા, ગૌમાતાને મળે સન્માનના નારા લગાવ્યા
    Next Article
    Live: "Confident Of Proving Our Numbers," Says TVK Before Vijay-Governor Meet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment