Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘાતકી હત્યા:રળિયાતી ખાતે બાંધકામ સાઈટ પર ચોકીદારની પથ્થરો ઝીંકી કરપીણ હત્યા

    10 hours ago

    દાહોદ શહેરના રળિયાતી રોડ પર આવેલી એક નિર્માણાધીન બાંધકામ સાઈટ પર સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય આધેડની અજાણ્યા શખ્સોએ પથ્થરો ઝીંકી નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. રાત્રિના સુમારે થયેલા આ હુમલામાં હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક ચોકીદારના મોઢા અને શરીરના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. નવાગામના વતની 50 વર્ષીય મનુભાઇ માનસીંગભાઇ પરમાર છેલ્લા એક મહિનાથી રળિયાતી રોડ પર આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા. ગત રાત્રિ દરમિયાન જ્યારે તેઓ સાઈટ પર હાજર હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. હત્યારાઓએ પથ્થરના જીવલેણ ઘા ઝીંકી મનુભાઈનું કમકમાટીભર્યું મોત નિપજાવ્યું હતું. સવારે જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે ચોકીદારનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા સાઈટ પર કામ કરતા લોકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને દાહોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસને વેગ આપવા માટે DYSP, LCB, SOG અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. ડોગ સ્ક્વોડ મારફતે હત્યારાઓના સગડ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ કરુણ ઘટનાના સમાચાર મળતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ અને ગમગીની છવાઈ ગઈ છે. અત્યાર સુધી હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે કે કોઈ અંગત અદાવત તે દિશામાં પોલીસ હાલ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:દાહોદના વેપારી સાથે અમદાવાદની કંપનીના ‎ડાયરેક્ટરે 5.51 લાખની છેતરપિંડી કરી‎
    Next Article
    ધોરણ-10નું પરિણામ:પંચમહાલમાં ધો.10નું પરિણામ 2.82% વધ્યું છતાં રાજ્યમાં છેલ્લું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment