Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ:એસબીપુરા પાટિયા પાસે વાહનની ટક્કરે રોડ ક્રોસ કરતી મહિલાનું મોત

    11 hours ago

    પાલનપુરના એસબીપુરા પાટિયા નજીક પ્રસંગમાં જમવા જવા માટે રોડ ક્રોસ કરતી વખતે 40 વર્ષીય મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. જ્યારે વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પાલનપુરના ગઠામણ પાટિયા પાસે ઝૂંપડામાં રહી મજૂરી કરતા અને મૂળ રાજસ્થાનના શિરોહી જિલ્લાના બેલાગરી ગામના વતની 40 વર્ષીય મંજુદેવી મેલાજી પરમાર મંગળવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે તેમની માતા સાથે જમવા જઈ રહ્યા હતા. એસબીપુરા પાટિયા પાસે આવેલી સાસુમા હોટલની સામે કનૈયા ઢાબા પર માતાજીનો પ્રસંગ હોવાથી તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પાલનપુર તરફથી પૂરઝડપે આવી રહેલા વાહન ચાલકે મંજુદેવીને અડફેટે લેતા રોડ પર પટકાયા હતા. અકસ્માત સર્જી વાહન ચાલક અંધારાનો લાભ લઈ વાહન લઈને નાસી છૂટ્યો હતો. 108 મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડ્યા હતા. જોકે, માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકના ભાઈ મોહનલાલ ભીખારામ સોલંકીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    દૂધ ચોરીના કૌભાંડનો અવાજ ઉઠાવવો ભારે પડ્યો:સરસ્વતીના મેસરમાં દૂધ મંડળીના પ્રમુખ ઉપર છરી વડે હુમલો કર્યો
    Next Article
    પરિણીતાને અપાયો ત્રાસ:પરિણીતાને ટાઢા પથરાની જેમ કામ કરે છે કહી ગાળાગાળી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment