Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂધ ચોરીના કૌભાંડનો અવાજ ઉઠાવવો ભારે પડ્યો:સરસ્વતીના મેસરમાં દૂધ મંડળીના પ્રમુખ ઉપર છરી વડે હુમલો કર્યો

    10 hours ago

    સરસ્વતી તાલુકાના મેસર ગામે સહકારી મંડળીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને દૂધ ચોરીના કૌભાંડનો અવાજ ઉઠાવવો ડેરીના પ્રમુખને ભારે પડ્યો છે. દૂધ સાગર ડેરીમાં ચાલતી ગેરરીતિઓ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા રોષે ભરાયેલા ચાર શખ્સોએ પ્રમુખને રસ્તામાં આંતરી છરી અને ગડદાપાટુ વડે હુમલો કર્યો હતો.આ અંગે વાગડોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ​ મેસર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ફતેસંગજી ઠાકોરે છેલ્લા બે વર્ષથી ડેરીમાં ચાલતી વ્યાપક ગેરરીતિઓ સામે મોરચો માંડ્યો હતો.મંડળીમાં દૂધની ચોરી ભેળસેળ અને ખોટા નામે દૂધ ભરાવીને આર્થિક નુકસાન પહોંચાડતા તત્વો સામે તેમણે પાટણ હાંસાપુર દૂધ સાગર ડેરીમાં લેખિત ફરિયાદ કરી હતી. આ અદાવત રાખીને 23 એપ્રિલના રોજ જ્યારે તેઓ ખેતરેથી પરત ફરી રહ્યા હતા,ત્યારે મધુવન ડેરી પાસે જયંતી પટેલ નામના શખ્સે છરી વડે હુમલો કરી તેમને આંગળીના ભાગે ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય ત્રણ શખ્સોએ માર માર્યો હતો.​ હુમલા દરમિયાન બૂમાબૂમ થતા પ્રમુખના ભત્રીજા પ્રભાતજી ઠાકોર સહિતના લોકો દોડી આવ્યા હતા.જેને જોઈ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ભાગતી વખતે આરોપીઓએ પ્રમુખને આજે તો બચી ગયો, હવે જો એકલો મળીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ગામમાં સમાધાનના પ્રયાસો ચાલતા હોવાથી ફરિયાદમાં વિલંબ થયો હતો.પરંતુ અંતે ફતેસંગજી એ વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે જયંતી પટેલ, અરવિંદ ઠાકોર,જયંતી પરાગભાઈ પટેલ અને કાંતિ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એક્ટિવાની ચોરીનો ભેદ ઉકેલાયો:કલોલમાંથી એક્ટિવા ચોરનારા શખ્સને સમી પોલીસે દબોચ્યો
    Next Article
    હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ:એસબીપુરા પાટિયા પાસે વાહનની ટક્કરે રોડ ક્રોસ કરતી મહિલાનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment