Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પેરોલ સ્ક્વોડે અપહરણના આરોપીને ઝડપ્યો:ત્રણ વર્ષથી ફરાર આરોપી બોટાદમાંથી ઝડપાયો

    9 hours ago

    પંચમહાલ જિલ્લા પોલીસની પેરોલ ફ્લો સ્ક્વોડે એક મહત્વની કામગીરી કરતા છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા અપહરણના આરોપીને ઝડપી પાડ્યો છે. આ સફળતા પોલીસની વિશેષ ઝુંબેશ અંતર્ગત મળી છે. પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત દ્વારા ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધવા માટે 6 મે, 2026 થી 31 મે, 2026 સુધી એક વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે, વેજલપુર પોલીસ સ્ટેશનના વર્ષ 2023ના અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા માટે પી.આઈ. એમ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. પેરોલ ફ્લો સ્ક્વોડના એ.એસ.આઈ. રમેશભાઈ વાધજીભાઈને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સચોટ બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી સંજયકુમાર ઉર્ફે લાલો ભઈલાલભાઈ ચૌહાણ હાલમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે મજૂરી કામ કરી રહ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને રાણપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર અને આરોપી બંને મળી આવ્યા હતા. આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેમને વેજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Bengal BJP Victory: शपथ से पहले बुलडोजर का एक्शन!
    Next Article
    લોન અને ક્રેડિટ કાર્ડ સેટલમેન્ટના નામે 19 લાખની છેતરપિંડી:11 બેંકોમાં 12 ખાતા અને દેશવ્યાપી નેટવર્ક, રાધનપુર રોડ પર રહેતા યુવકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment