Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોન અને ક્રેડિટ કાર્ડ સેટલમેન્ટના નામે 19 લાખની છેતરપિંડી:11 બેંકોમાં 12 ખાતા અને દેશવ્યાપી નેટવર્ક, રાધનપુર રોડ પર રહેતા યુવકની ધરપકડ

    9 hours ago

    મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે એક એવા ભેજાબાજ આરોપીની ધરપકડ કરી છે, જેણે મ્યુલ એકાઉન્ટ્સ અને લોન અપાવવાના બહાને દેશભરના અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. રાધનપુર રોડ પર આવેલી સુરસાગર સોસાયટીમાં રહેતા રૂષભકુમાર મુકેશભાઇ પટવા નામના શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 11 બેંકોમાં 12 ખાતા અને દેશવ્યાપી નેટવર્ક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રૂષભ પટવા કુલ 11 અલગ-અલગ બેંકોમાં 12 જેટલા બેંક ખાતાઓ ધરાવતો હતો. આ ખાતાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા માલૂમ પડ્યું કે, ભારતના વિવિધ રાજ્યોમાંથી આ ખાતાઓ વિરુદ્ધ કુલ 15 સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલી છે. આ ફરિયાદોમાં અંદાજે 14.11 લાખ રૂપિયા સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત આરોપીના નામ અને મોબાઈલ નંબર જોગ અન્ય 6 ફરિયાદો પણ સાયબર પોર્ટલ પર નોંધાયેલી જોવા મળી છે. છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી જરૂરિયાતમંદ લોકોને લોન અપાવવાની તેમજ ક્રેડિટ કાર્ડ સેટલમેન્ટ કરાવી આપવાની લાલચ આપતો હતો. આ કામ માટે તે લોકો પાસેથી ફાઈલ ચાર્જ, પ્રોસેસિંગ ફી અને જીએસટીના નામે નાણાં પડાવતો હતો. અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં આરોપીએ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના લોકો સાથે અંદાજે 19 લાખ રૂપિયાનું ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી ગુનાહિત પ્રવૃત્તિ માટે 5 જેટલા મોબાઈલ નંબર અને 12 મુખ્ય ખાતા સિવાય અન્ય 5 બેંક ખાતાઓનો પણ ઉપયોગ કરતો હતો. સરકારી હેલ્પલાઈન 1930નો દુરુપયોગ આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપીએ પોતે જ સાયબર ફ્રોડનો ભોગ બન્યો હોવાનો ડ્રામા રચ્યો હતો. તેણે 1930 હેલ્પલાઈન અને NCCRP પોર્ટલ પર કુલ 77.52 લાખ રૂપિયાનું ફ્રોડ થયું હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. પોલીસની ઊલટતપાસમાં બહાર આવ્યું કે વર્ષ 2023થી અત્યાર સુધી પોતે કરેલા નાણાકીય વ્યવહારો પરત મેળવવા (રિફંડ લેવા) માટે તેણે આ તરકીબ અજમાવી હતી. તેને ખ્યાલ હતો કે ફરિયાદ કરવાથી નાણાં ફ્રીઝ થઈ જશે અને બાદમાં કોર્ટ ઓર્ડર દ્વારા તે રકમ પરત મેળવી શકશે. શંકા ન જાય તે માટે તેણે અલગ-અલગ મોબાઈલ નંબરોથી આ ફરિયાદો કરી હતી. હાલમાં આ આરોપી કોર્ટ કસ્ટડી હેઠળ છે અને મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ આ મામલે વધુ ઊંડી તપાસ ચલાવી રહી છે. આ ધરપકડથી સાયબર ફ્રોડના એક મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પેરોલ સ્ક્વોડે અપહરણના આરોપીને ઝડપ્યો:ત્રણ વર્ષથી ફરાર આરોપી બોટાદમાંથી ઝડપાયો
    Next Article
    RB Choudary Funeral: Mammootty, Suriya, Dhanush And Others Arrive To Pay Last Respects

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment