Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દોઢ વર્ષમાં માત્ર પાયા જ ખોદાયા':કોંગ્રેસના નવનિયુક્ત કોર્પોરેટરો ગાજરાવાડીમાં રામનાથ સ્મશાનની મુલાકાત લીધી, સમય મર્યાદામાં કામગીરી કેવી રીતે પૂર્ણ કરશોનો સવાલ પૂછ્યો

    8 hours ago

    વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના નવનિયુક્ત કોર્પોરેટરો દ્વારા આજે 6મેએ વોર્ડ નંબર 14માં ગાજરાવાડી વિસ્તારમાં રામનાથ સ્મશાનની મુલાકાત લેવામાં આવી હતી. આ સ્મશાનની રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. નવનિયુક્ત કોર્પોરેટરોનો આક્ષેપ છે કે આ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. 'હાલ સુધી માત્ર ફાઉન્ડેશન જ બની રહ્યું' વોર્ડ 14ના કોંગ્રેસના કોર્પોરેટરો તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે સ્થળ મુલાકાત લીધી હતી. તેઓએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કોર્પોરેટર એ જણાવ્યું હતું કે આ કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેવું કોન્ટ્રાક્ટમાં જણાવવામાં આવ્યું છે હાલમાં કામગીરી શરૂ થાય અને દોઢ વર્ષનો સમય વીતી ગયો છે તેમ છતાં હજુ સુધી માત્ર ફાઉન્ડેશનની જ કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત ધીમી ગતિએ આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી ક્યારે પૂરી થશે તેના ઉપર સવાલો ઉભા થયા છે. ચોમાસાના ત્રણ મહિના કામ બંધ રહેશે કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આગામી ચોમાસું આવશે ત્યારે ત્રણ મહિના કામગીરી બંધ રહેશે. ત્યારબાદ કોન્ટ્રાક્ટર પાસે માત્ર ત્રણ જ મહિના રહેશે. તેમાં આ કામગીરી કેવી રીતે પૂર્ણ કરી શકશે? પાલિકા તંત્ર આ અંગે કોઈ મોનિટરિંગ કરી રહ્યું નથી. સામાન્ય સભામાં આ મુદ્દો ઊછળીશું કોર્પોરેટર દિપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કોર્પોરેશન એ લોકોને મોટા મોટા વાયદા તો કર્યા છે. પરંતુ તે સમય મર્યાદામાં પૂર્ણ નથી થઈ રહ્યા. સ્મશાનને નજીક આરસીસી રોડ અંગેની માંગ પણ કેટલાય સમયથી છે તે પણ હજુ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આગામી સમયમાં અમે આ મુદ્દો કોર્પોરેશનની સામાન્ય સભામાં જોરશોરથી ઊછાળીશું. વર્ષો સુધી કામગીરી ચાલે છે પરંતુ તેને કોન્ટ્રાકટર પાસે સમયમર્યાદામાં પૂર્ણ કરાવવામાં તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રીયન સમાજના લોકોને અંતિમ પૂજા માટે જગ્યા આપવા માગ કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ વોર્ડમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે. તેઓ દ્વારા અંતિમ ક્રિયા બાદ વિશેષ વિધિ કરવામાં આવે છે. જેના માટે બહુચરાજી સ્મશાન જવું પડે છે. ત્યારે અહીં આ સ્મશાનમાં તેઓને વિધિ માટે અલાયદી જગ્યા આપવામાં આવે તેવી પણ માગ કરી રહ્યા છે. જેથી તેઓએ અહીંથી દૂર ન જવું પડે. આ કામગીરી વહેલીતકે પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માગ છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસાની કામગીરી પૂર્વે મ્યુ. કમિશનર આકરા પાણીએ:જર્જરીત મકાનોમાં અકસ્માત સર્જાશે તો અધિકારીઓ સામે ગુનો નોંધાશે, વરસાદી પાણીની લાઈનમાં ગેરકાયદે જોડાણ કાપો
    Next Article
    અમદાવાદમાં યુવતીને વીડિયો કોલ કરી યુવક કેનાલમાં કૂદ્યો, VIDEO:5 મહિના પહેલાના વીડિયો સામે આવ્યો, મરવા મજબૂર કરનાર ગર્લફ્રેન્ડના પિતા સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment