Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસાની કામગીરી પૂર્વે મ્યુ. કમિશનર આકરા પાણીએ:જર્જરીત મકાનોમાં અકસ્માત સર્જાશે તો અધિકારીઓ સામે ગુનો નોંધાશે, વરસાદી પાણીની લાઈનમાં ગેરકાયદે જોડાણ કાપો

    9 hours ago

    આગામી ચોમાસાની સિઝન શરૂ થવાની છે, ત્યારે જર્જરીત મકાનો પડવાની ઘટના બનતી હોય છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ અધિકારીઓ સાથેની રીવ્યુ બેઠકમાં કહ્યું હતું કે આ જર્જરિત મકાનોમાં કોઈ પણ અકસ્માત સર્જાશે અને તેમાં કોઈનો જીવ જશે, તો સંબંધિત અધિકારીઓ સામે ગુનાહિત બેદરકારી હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત વરસાદી પાણીની લાઈનમાં કરવામાં આવેલા ગેરકાયદેસર જોડાણોને પણ દૂર કરવા માટે કમિશનરે સૂચના આપી હતી. જર્જરિત ક્વાર્ટર્સના મુદ્દે કમિશનરે ચીમકી આપી વિકલી રીવ્યુ બેઠકમાં કમિશનરે શહેરમાં આવેલા જર્જરિત ક્વાર્ટર્સના મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી. તેમણે જણાવ્યું કે, જો આ જર્જરિત મકાનોમાં કોઈ પણ અકસ્માત સર્જાશે અને તેમાં કોઈનો જીવ જશે, તો સંબંધિત અધિકારીઓ સામે ક્રિમિનલ ઓફેન્સ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અને ભાડાની જાહેરાત છતાં લોકો ખસવા તૈયાર નથી, ત્યારે આ મામલે અધિકારીઓને વધુ સક્રિય બનીને કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે. વરસાદી પાણીની લાઈનમાં ગેરકાયદે જોડાણ કાપો ચોમાસાની પૂર્વતૈયારીના ભાગરૂપે કમિશનરે વરસાદી પાણીની લાઈનોમાં થયેલા ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન દૂર કરવાના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કરોડોના ખર્ચે બનાવેલી લાઈનોમાં ગેરકાયદે કનેક્શનને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને કૃત્રિમ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને મોની હોટલ પાસે સર્વિસ રોડ પર થતા વોટર લોગિંગના કાયમી ઉકેલ માટે સામૂહિક કામગીરી કરવા સૂચના આપી હતી. તેમજ નજીકમાં આવેલા તળાવમાં તેનો નિકાલ કરવામાં પણ સરળતા રહે તેના પર ભાર મૂક્યો છે. ખોદકામ બાદ બેરિકેડ અને સૂચના બોર્ડ મૂકવા કડક સૂચના વટવા જેવા વિસ્તારોમાં ખોદકામ બાદ બેરિકેડ મૂકવા અને તેની 100 મીટર પહેલાં યોગ્ય સૂચના બોર્ડ મૂકવા પણ કડક સૂચના આપી હતી, જેથી વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને છે. જેથી તેના મુદ્દા પર યોગ્ય રીતે ધ્યાન આપવા અને કોઈપણ ખોદકામ માટેની કામગીરી અને ત્યાં બેરિકેડ લગાવવા માટે સૂચના આપવામાં આવી છે. રોડ પરના થર્મોપ્લાસ્ટ પેઈન્ટની નબળી ગુણવત્તાને કારણે કોર્પોરેશનને થતા આર્થિક નુકસાન અને જંકશન ડેવલપમેન્ટમાં થતા વિલંબ અંગે પણ તંત્રને આડે હાથ લીધું હતું. કમિશનરના આ આકરા તેવરે મ્યુનિસિપલ ભવનમાં અધિકારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. વાલીઓ સાથે બેઠક કરી જાગૃતિ લાવવી પડશે જ્યારે HPV વેક્સિનેશનના 48000ના ટાર્ગેટ સામે ઓછી કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરતા કમિશનરે કહ્યું હતું કે, માત્ર સ્કૂલોમાં જઈને કામ નહીં ચાલે, પરંતુ વાલીઓ સાથે બેઠક કરી જાગૃતિ લાવવી પડશે. તેના માટેની કામગીરી વધુ સઘન બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સલમાન સાથે ટકરાશે પ્રભાસ, ‘સ્પિરિટ’ પર આવ્યું મોટું અપડેટ:ઈદ વીકએન્ડ મુકાબલાની ચર્ચા, બંને સુપરસ્ટાર્સની ફિલ્મો પર ઇન્ડસ્ટ્રીની નજર
    Next Article
    'દોઢ વર્ષમાં માત્ર પાયા જ ખોદાયા':કોંગ્રેસના નવનિયુક્ત કોર્પોરેટરો ગાજરાવાડીમાં રામનાથ સ્મશાનની મુલાકાત લીધી, સમય મર્યાદામાં કામગીરી કેવી રીતે પૂર્ણ કરશોનો સવાલ પૂછ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment