Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાઈવેટ પાર્ટ પર લાકડી ફટકારતા યુવક તરફડ્યો:સુરતમાં બે હાથ જોડી માફી માગતો રહ્યો ને શખસે વાળ પકડી ઢસડ્યો, ધરપકડ બાદ આરોપી બોલ્યો કોઈ દિવસ કાયદો હાથમાં નહીં લઉં

    2 days ago

    સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભરીમાતા રોડ પર એક યુવકને રાત્રિના અંધારામાં ફોન કરીને બોલાવી, બે શખ્સોએ તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ભોગ બનનાર યુવક પોતાનો જીવ બચાવવા હાથ જોડીને આજીજી કરતો રહ્યો, છતાં હુમલાખોરોએ નિર્દયતા દાખવી તેને રસ્તા પર ઢસડ્યો અને પ્લાસ્ટિકના પાઇપ વડે પગના ભાગે ઉપરાઉપરી ફટકા માર્યા હતા. આ સમગ્ર હિંસક ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ પણ કરી છે. અને આરોપીએ બે જોડીને માફી પણ માંગી છે. ફોન કરીને બોલાવ્યો અને પછી હિંસક ખેલ મળતી માહિતી મુજબ, ગત 1 મે 2026ના રોજ રાત્રે આ હિંસક ખેલ ખેલાયો હતો. મુખ્ય આરોપી નાશીર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંધવાણીએ યુવકને ફુલવાડી ખાતે આવેલી ચામુંડા ચાની દુકાન પાસે બોલાવ્યો હતો. યુવક ત્યાં પહોંચતા જ નાશીર અને તેનો ભાઈ સમીર સંધવાણી તેના પર તૂટી પડ્યા હતા. બંને ભાઈઓએ ગાળો આપી, ઢીકા-મુક્કાનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ આઘાતજનક ઘટના અંગે ભોગ બનનારે 5 મેના રોજ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બંને ભાઈઓ ઝડપાયા,ઘૂંટણિયે પડ્યા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ચોકબજાર પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડા અને તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે વેડ દરવાજા પાસેથી બંને સગા ભાઈઓ, નાશીર અને સમીરને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. જે શખ્સો થોડીવાર પહેલા દાદાગીરી કરી રહ્યા હતા, તેઓ પોલીસને જોતા જ ફફડી ઉઠ્યા હતા. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ મોરબીના માળિયા મિયાણાના વતની છે. મુખ્ય આરોપી નાશીર સંધવાણી (25 વર્ષ) રીઢો ગુનેગાર છે, જેની સામે અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, રાયોટિંગ અને ગુજસીટોક (GCTOC) જેવા ગંભીર 7 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે તેના ભાઈ સમીર સંધવાણી (23 વર્ષ) વિરુદ્ધ પણ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ નશાકારક પદાર્થોની હેરાફેરીનો ગુનો નોંધાયેલો છે. આરોપીઓએ બે હાથ જોડી માફી માંગી ચોકબજાર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની કડક કાર્યવાહી બાદ, જાહેરમાં દાદાગીરી કરતા આ તત્વો નરમ પડ્યા હતા અને કાયદાના ડરથી બે હાથ જોડી માફી માંગતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં આરોપી પોલીસના સકંજામાં આવ્યા બાદ બોલ્યો કે હવે ક્યારેય કોઈનું નામ નહીં લઉં અને કાયદો ક્યારેય હાથમાં લઈશ નહીં. હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમના નિર્દેશ મુજબ હાઈકોર્ટમાં સુઓમોટો અરજી:રાજ્યમાં OCI મુદ્દે સ્ટેટ મોનિટરિંગ કમિટી બનશે, જે પ્રથમ સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરશે
    Next Article
    Ex-India Star Namedrops MS Dhoni In Big Praise For Sanju Samson: "Playing Same Role"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment