Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોશીનામાં પોણો ઇંચ કમોસમી વરસાદ:માર્ગો પર પાણી વહેતા થયા, હિંમતનગર, વડાલી સહિત સાબરકાંઠામાં વરસાદી છાંટા

    3 days ago

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે બપોર બાદ પોશીના પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ ઉપરાંત વડાલી અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. બુધવારે સવારથી જિલ્લામાં ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું. બપોર બાદ પોશીનાના લાંબડીયા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પોશીનામાં પોણા કલાક સુધી વરસાદ ચાલુ રહેતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. અહીં પોણો ઇંચ (17 મિમી) વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને કારણે લગ્ન પ્રસંગોમાં અડચણ ઊભી થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવેતર કરેલ ઉનાળુ બાજરીનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ પવન સાથેના વરસાદને કારણે પાક જમીન પર પથરાઈ ગયો હતો. જેના લીધે ખેડૂતોને ઉત્પાદન ઓછું મળવાની ભીતિ સેવાઈ રહી છે. વડાલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા બાદ વરસાદી છાંટા પડ્યા હતા. જ્યારે સાંજે હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના છાંટા પડતા રસ્તા ભીના થયા હતા. ડિઝાસ્ટર વિભાગમાંથી મળેલ માહિતી મુજબ, દિવસ દરમિયાન પોશીનામાં 17 મિમી અને હિંમતનગરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    કુંદને બિહારની જેલમાંથી સુરતની SBIમાં 50 લાખની લૂંટ કરાવી:એકબીજાથી અજાણ રાખી એકને 5 ઉપનામ આપ્યા, ચૂંટણીનું કનેક્શન ગોઠવ્યું, ડેટામાં ચહેરા મેચ થયા ને કામ તમામ થયું
    Next Article
    સુપ્રીમના નિર્દેશ મુજબ હાઈકોર્ટમાં સુઓમોટો અરજી:રાજ્યમાં OCI મુદ્દે સ્ટેટ મોનિટરિંગ કમિટી બનશે, જે પ્રથમ સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment