Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો:ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, માર્ગો પર પાણી ફરી વળ્યાં

    3 days ago

    ભરૂચ અને નબીપુરના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ નોંધાયો છે. ઉનાળાની ગરમી વચ્ચે પડેલા આ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. બપોર બાદ અચાનક આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા. પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા, જે થોડા જ સમયમાં ભારે વરસાદમાં ફેરવાયા હતા. આ વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભર ઉનાળે વરસેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતો માટે આ વરસાદ મિશ્ર અસરકારક સાબિત થઈ શકે છે. કેટલાક પાકોને લાભ થવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં નુકસાનની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વાતાવરણમાં વધુ ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચડોતર આંગણવાડી કેન્દ્ર-2માં આધુનિક નંદઘર શરૂ:રાજ્ય સરકારના સહયોગથી બાળ વિકાસને વેગ મળશે
    Next Article
    વલસાડમાં નાસિકની 'સાળી-બનેવી' ગેંગ ઝડપાઈ:ફોર્ચ્યુનર કારમાં જઈ હાઈ-પ્રોફાઈલ બંગલાઓને ટાર્ગેટ કરતી; તિજોરી સાફ કરવા આધુનિક સાધનો રાખતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment