Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપમાં દાવેદારી તેજ:સામાન્ય સ્ત્રી રોટેશનને કારણે ચાર મહિલા દાવેદાર, પક્ષના નિર્ણય પર નજર

    8 hours ago

    ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ પદને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ વખતે પ્રમુખ પદ સામાન્ય સ્ત્રી માટે અનામત હોવાથી ભાજપમાં આંતરિક દાવેદારીઓ વધી છે. તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી ભાજપ પાસે 15 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી છે. જ્યારે કોંગ્રેસ પાસે 4 અને આમ આદમી પાર્ટી પાસે 3 બેઠકો છે. આથી, પ્રમુખ પદ ભાજપને જ મળવાનું નિશ્ચિત મનાય છે. સામાન્ય સ્ત્રી માટે પ્રમુખ પદ અનામત હોવાને કારણે ભાજપની ચાર જેટલી મહિલા સભ્યોએ દાવેદારી નોંધાવી છે અને તે માટે લોબિંગ પણ તેજ બન્યું છે. હાલમાં નાના ઝીંઝાવદર બેઠકના કોમલબેન નીતિનભાઈ મોરડીયા અને ઉગામેડી બેઠકના રૂપલબેન સુરેશભાઈ ગઢીયાના નામો ચર્ચામાં છે. પક્ષના સ્થાનિક અને જિલ્લા સ્તરના નેતાઓ વચ્ચે ઉમેદવારની પસંદગી માટે સતત બેઠકો ચાલી રહી છે. સામાજિક સમીકરણો અને રાજકીય સંતુલનને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. ગઢડા તાલુકા ભાજપના મહામંત્રી જીતુભાઈ તુવરે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતમાં ભાજપના 15 સભ્યો હોવાથી સ્પષ્ટ બહુમતી છે. પ્રમુખ પદ સામાન્ય સ્ત્રી માટે અનામત હોવાથી ચાર જેટલી ભાજપની બહેનોએ દાવેદારી નોંધાવી છે, પરંતુ અંતિમ નિર્ણય પાર્ટીનો જ રહેશે. હવે ગઢડા તાલુકા પંચાયતના નવા પ્રમુખ કોણ બનશે તે અંગે ભાજપના અંતિમ નિર્ણય પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોદી સરકારે પાકિસ્તાની ક્રિકેટર્સ પર લીધો મોટો નિર્ણય:‘રાજસ્થાનની ટીમ વૈભવ પાસે બાળ મજુરી કરાવે છે’; બેંગલોરનો વિવાદ અમદાવાદને કેવી રીતે ફળ્યો?
    Next Article
    વાળ પકડીને 8 ફડાકા માર્યા, દિવાલ સાથે માથું ભડકાવ્યું, VIDEO:અમદાવાદમાં પોલીસકર્મીને રૂમ ભાડે ન આપતા ઘાંચી ભવનના કર્મીને માર્યો, પોલીસ હોવાના કારણે સમાધાન પણ થઈ ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment