Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આંગણવાડી કર્મીની સાડી ખેંચી જાહેરમાં છેડતી:પરિણીતા ઘરેથી દરણું મુકવા જતી'તી ત્યારે ત્રણ નરાધમોએ રસ્તામાં આંતરી 'તે પોલીસમાં અરજી કરી અમારૂ શું બગાડી લીધું' કહી બેફામ ગાળો આપી

    7 hours ago

    રાજકોટ શહેરમાં વધુ એક છેડતીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી આંગણવાડી કર્મીની જાહેરમાં સાડી ખેંચી છેડતી થયાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે હાલ થોરાળા પોલીસે મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તુ મારૂ કશું બગાડી નહી શકે તેમ કહી ગાળો આપી રાજકોટમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના 7 વાગ્યાની આસપાસ તે પોતે એકટીવા લઈને ઘરેથી વિજયનગરમાં આવેલ ફ્લોરમીલ ખાતે દરણું દળાવવા માટે જતી હતી દરમ્યાન શેરીના ખુણે પહોંચતા એકટીવાનુ હોર્ન મારતા ત્યા આગળ ઉભા રહેલા મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા તથા જયુ ચાવડા હાજર હતા જેમાથી મયુર ખીમસુરીયા કહેવા લાગ્યો કે, તે મારા વિરૂધ્ધ 5 દિવસ અગાઉ થોરાળા પોલીસ સ્ટેશનમા અરજી કરી છે પણ તુ મારૂ કશું બગાડી નહી શકે તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો અને તેની સાથે રહેલા જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા પણ ગાળો આપવા લાગ્યા હતાં. પરિણીતાએ રાડારાડી કરતા આરોપીઓ નાસી છૂટ્યા દરમ્યાન મયુર ખીમસુરીયાએ સાડી ખેંચી જેથી પરિણીતાએ મોટા અવાજે રાડા રાડી કરવા લાગતા મયુરએ સાડી મુકી દીધી હતી અને ત્રણેય આરોપી ત્યાથી ભાગીને જતા રહ્યા હતાં. જે બાદ તુરંત 112 જનરક્ષકમાં ફોન કરતા પોલીસ આવી જતા બનાવ અંગે હકીકત જણાવી થોરાળા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુધ્ધ છેડતી અંગેની ફરીયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સગીર-સગીરાની ઈન્સ્ટાગ્રામ મિત્રતા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ:સિંધુનગરમાં ટોળા એકઠા થયા, બાઈકમાં તોડફોડ; બંને પક્ષના 6 શખસ સામે ગુનો નોંધાયો
    Next Article
    ‘Main hi karunga’: Kanu Behl recalls how Rahul Roy cast himself in Agra as Bollywood stopped calling

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment