Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાંબુડી ગામે તસ્કરો ત્રાટક્યા, ત્રણ મકાનના તાળા તૂટ્યા:બે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરી, બેમાં માલિકો જાગી જતાં ભાગ્યા

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જાંબુડી ગામે ગત રાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ત્રણ મકાનના તાળા તોડી બે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. જ્યારે અન્ય બે મકાનમાં માલિકો જાગી જતાં તસ્કરો ભાગી ગયા હતા. આ અંગે ગંભોઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મંગળવારે રાત્રે આ ઘટના બની હતી. ઉનાળાને કારણે રહીશો ઘરની બહાર સૂતા હતા ત્યારે તસ્કર ટોળકીએ કૂંપ રોડ પર મહાકાલી માતાજીના મંદિર સામે આવેલા મકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ પાછળના દરવાજા તોડી ઘરોમાં પ્રવેશ કર્યો હતો. ભરતભાઈ પટેલના ઘરેથી તસ્કરોએ આશરે 800 ગ્રામથી 1 કિલોગ્રામ વજનના ત્રણ જોડી છડા, સોનાની બે બુટ્ટી, એક સેર, સોનાના ચીણિયા અને રોકડા રૂ. 9,000ની ચોરી કરી હતી. તેમજ જશવંતસિંહ રહેવરના ઘરમાંથી આશરે સાડા ત્રણથી ચાર તોલા સોનાના દાગીના અને રોકડા રૂ. 32,000ની ચોરી થઈ હતી. રાકેશભાઈ પોપટભાઈ પટેલના બંધ મકાનમાં તાળું તોડી તસ્કરોએ તોડફોડ કરી હતી, પરંતુ કંઈ ચોરી કરી શક્યા ન હતા. કનુભાઈ ડાહ્યાભાઈ પટેલ અને પ્રકાશભાઈ ડાહ્યાભાઈ પટેલના મકાનમાં તસ્કરો પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે માલિકો જાગી જતાં ટોળકી ભાગી ગઈ હતી. ચોરીની જાણ બુધવારે સવારે ગંભોઈ પોલીસને કરવામાં આવતા, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રોંગ સાઈડમાં કારે બાઈકને અડફેટે લીધું:સારવાર સમયે યુવતીનું મોત, ત્રણ સારવાર હેઠળ; વડાલીના સુરજપુરાના પરિવારને નડ્યો હતો અકસ્માત
    Next Article
    PM Modi Gujarat Visit LIVE | PM મોદી આવશે ગુજરાત | Sardardham Inauguration | Vadodara

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment