Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોંગ સાઈડમાં કારે બાઈકને અડફેટે લીધું:સારવાર સમયે યુવતીનું મોત, ત્રણ સારવાર હેઠળ; વડાલીના સુરજપુરાના પરિવારને નડ્યો હતો અકસ્માત

    9 hours ago

    સાબરકાંઠાના વડાલીના સુરજપુરા (મહોર) ગામનો એક પરિવાર બાઈક પર સવાર થઈ સતલાસણા તરફ જઈ રહ્યો હતો. ત્યારે ધરોઈ-સતલાસણા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને રૉન્ગ સાઈડમાં આવતી ટાટા ગાડીએ બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર ચાર લોકો ફંગોળાયા હતા. 5મેએ આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક 26 વર્ષીય યુવતીનું કરુણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ત્રણ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડમાં કારે બાઈકને અડફેટે લીધું સુરજપુરાના રહેવાસી વિજયજી ભુપતજી ડાભી પોતાની માતા ભટીબેન અને કાકાની બે દીકરીઓ મનીષાબેન તથા લાસુબેન સાથે મોટરસાયકલ (GJ-09-CR-9978) પર સતલાસણા કામ અર્થે જઈ રહ્યા હતા. બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે ધરોઈ રોડ પર સામેથી રૉન્ગ સાઈડમાં ધસી ટાટા ગાડી (GJ-09-DN-1147)ના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. આજે યુવતીનું સારવાર સમયે મોત અકસ્માત એટલો ભયાનક હતો કે ચારેય મુસાફરો રોડ પર પટકાયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સતલાસણા અને ત્યારબાદ વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે મનીષાબેન જયંતીજી ઉંમર આશરે 26 ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિજયજી, તેમની માતા ભટીબેન અને લાસુબેનને હાથ-પગ તેમજ શરીરના અન્ય ભાગોએ ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ થતા હાલ તેઓ સારવાર હેઠળ છે. અકસ્માત બાદ કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. સતલાસણા પોલીસે વિજયજી ડાભીની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના સભ્યના મોતના સમાચારથી સુરજપુરા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    વંદે માતરમ ગીતને રાષ્ટ્રગાન જેવો દરજ્જો, કેબિનેટની મંજૂરી:અપમાન કરવા કે ગીતમાં ખલેલ કરવા પર સજા-દંડ; જન-ગણ-મન પહેલાં ગવાશે
    Next Article
    જાંબુડી ગામે તસ્કરો ત્રાટક્યા, ત્રણ મકાનના તાળા તૂટ્યા:બે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરી, બેમાં માલિકો જાગી જતાં ભાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment