Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કરોડોના વિકાસકામોનો શુભારંભ:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ રિવરફ્રન્ટ, ટાઉન હોલનું ખાતમુહૂર્ત કર્યું

    9 hours ago

    સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે કરોડોના વિકાસકામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વઢવાણ ભોગાવો નદીના કાંઠે રૂ. 56 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-3 અને રૂ. 8 કરોડના ખર્ચે રંભાબેન ટાઉન હોલના નવનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શહેરના નાગરિકોની સુખાકારી અને આધુનિક સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી, જગદીશભાઈ મકવાણાએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ્સ શહેરની ઓળખ અને સુવિધામાં વધારો કરશે. આ પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર શહેરની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન રંભાબેન ટાઉન હોલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે અંદાજે રૂ. 8 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નવનિર્મિત ટાઉન હોલ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે નાગરિકોને ઉત્તમ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડશે. વધુમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, રિવરફ્રન્ટના પ્રથમ અને બીજા ફેઝની સફળતા બાદ હવે ત્રીજા ફેઝનું કામ શરૂ કરવામાં આવ્યું છે. બસ સ્ટેન્ડ પાછળના ભાગથી શરૂ કરી ગેબનશા પીર સુધીના અંદાજે ૩ કિલોમીટર લાંબા રિવરફ્રન્ટના વિકાસ માટે રૂ. 56 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા શહેરના નાગરિકોને હરવા-ફરવા માટે એક સુંદર, નયનરમ્ય અને સુવિધાજનક સ્થળ ઉપલબ્ધ થશે, જે શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે. રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા શહેરના આધુનિક માળખાગત વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ઉદાર હાથે ફાળવણી કરવામાં આવી રહી છે. છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને શહેરને સ્માર્ટ બનાવવાના લક્ષ્યાંક સાથે આ પ્રોજેક્ટ્સ એક મહત્વનું કદમ સાબિત થશે. આ કાર્યક્રમમાં અગ્રણીઓ હાર્દિકભાઈ ટમાલિયા, જયભાઈ શાહ, વિપુલભાઈ ચૌહાણ, નિરવભાઈ દવે, અશોકસિંહ પરમાર, ગજેન્દ્ર ચૌહાણ સહિત સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, રવિકાન્ત પટેલ તથા સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દાહોદના રળિયાતીમાં બાંધકામ સાઇટ પર ચોકીદારની હત્યા:પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી, મૃતદેહ PM માટે ખસેડ્યો
    Next Article
    Punjab Blast Incident | ચૂંટણી પહેલા પંજાબમાં બ્લાસ્ટની ઘટનાઓ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment