Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં PM મોદીનું રેમ્પ વોક:હીરા બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી ગીતથી સ્વાગત; આવતા વર્ષે બુલેટ ટ્રેન દોડશે

    1 day ago

    આજે ગુજરાતની લેબોરેટરીમાં મોદીની રેમ્પની રાજનીતિનો પ્રયોગ. PM મોદી વડોદરા પહોંચ્યા, MS યુનિવર્સિટી ગ્રાઉન્ડના કાર્યક્રમ દરમિયાન રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ 'નમો 4 વિકસિત ભારત' કાર્યક્રમ અંતર્ગત યુવાઓ સહિત 6000 લોકોને સંબોધશે. આ કાર્યક્રમ માટે ગ્રાઉન્ડમાં ખાસ Y આકારનું સ્ટેજ તૈયાર કરાયું છે. જેના પર ચાલતા ચાલતા પીએમ મોદી જેન-ઝી અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરી અભિવાદન ઝીલશે. DyCM હર્ષ સંઘવી મોદીના આગમન પહેલાં યુવાઓ સાથે ગરબે ઘૂમ્યા હતાં. વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ નવસારી પહોંચશે. અહીં નવસારી જિલ્લા ભાજપ કાર્યાલયના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરી પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. 'નમો 4 વિકસિત ભારત' કાર્યક્રમમાં 6,000 લોકોને સંબોધશે વડોદરાની MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમની તૈયારી ખાસ GEN-Zને ધ્યાનમાં રાખીને કરવામાં આવી. કાર્યક્રમમાં 6,000 લોકો હાજરી આપશે, જેનું બુકીંગ ફૂલ થઈ ગયું છે. વડાપ્રધાનના સ્ટેજ સાથે ખાસ 'Y' આકારનો રેમ્પ બનાવાયો છે, જ્યાં આસપાસ યુવાનોને બેસાડાશે. રોકસ્ટારની સ્ટાઇલમાં મોદી રેમ્પ પર ચાલતા-ચાલતા જેન-ઝી વિદ્યાર્થી અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરી અભિવાદન ઝીલશે. એજ્યુકેશન સિસ્ટમ સામે અવાજ ઉઠાવવા માટે રાહુલ ગાંધી હાલ 'છાત્રો કી ગૂંજ' નામનો કાર્યક્રમ કરી રહ્યા છે. કોટાથી લઈ પૂણે સુધી તેઓએ યુવાઓ સાથે એક રોકસ્ટારના અંદાજમાં સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી, જેમાં સ્ટેજથી લઈ તેના ટી-શર્ટ ચર્ચામાં રહ્યા છે. હવે વડોદરામાં પણ પીએમ મોદી જેન-ઝીને આકર્ષવા માટે કોન્સર્ટ સ્ટાઇલમાં સંવાદ કરશે. સમગ્ર કાર્યક્રમનું 4K ટેક્નોલોજીથી પ્રોડક્શન ખાસ સ્ટેજ ઉપરાંત કાર્યક્રમને ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક બનાવવા માટે વિશેષ આયોજન કરાયું છે. આ સમગ્ર કાર્યક્રમનું પ્રોડક્શન અને લાઇવ કવરેજ 4K કેમેરાથી કરાશે, જેથી લોકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિઝ્યુઅલ અનુભવ મળી શકે. ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, કોઈ સરકારી કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અપનાવવામાં આવી હોય. PMના કાર્યક્રમને લઈ ત્રિસ્તરીય સુરક્ષા વડોદરાના કાર્યક્રમને લઈ એરપોર્ટથી સભા સ્થળ સુધી ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.સુરક્ષા માટે 2,000થી વધુ જવાનો, 11 DCP અને 17 ACP તૈનાત રહેશે. સભા સ્થળ પર ડ્રોનથી સતત નજર રખાશે. ઈતિહાસમાં પહેલીવાર મંગલ પાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં ફાયર બ્રિગેડની ટીમે બોટ મારફતે ઉતરીને બોમ્બ કે શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરી. નવસારી જિલ્લા કમલમનું ઉદ્ઘાટન કરશે વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી નવસારી પહોંચશે. પીએમ બન્યા બાદ પ્રથમવાર જિલ્લાના 'નમો કમલમ' કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. મુખ્ય રોડથી કમલમ સુધી 1100 મહિલાઓ કળશ લઈ પીએમનું સ્વાગત કરશે. કાર્યાલય બહાર 500 લોકો ડમરું વગાડશે સાથે જ 100 જેટલા લોકો ત્રાસા વગાડી અભિવાદન કરશે. આ કાર્યક્રમ બાદ તેઓ 5000થી વધુ બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, એન્જિનિયરો અને શિક્ષકો સહિત ટોચના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.
    Click here to Read More
    Previous Article
    સ્વામીનારાયણ સંતો જવાના હતા એટલે મહિલા કર્મીઓની ડ્યૂટી હટાવી:પેરિસમાં ભેદભાવ મુદ્દે કર્મચારીઓ હોબાળો કરી હડતાલ પર ઊતર્યા; એફિલ ટાવર બંધ રાખવું પડ્યું
    Next Article
    બનાસકાંઠામાં કોમ્બિંગ નાઈટમાં LCBએ ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલ્યો:NDPS અને અન્ય ગુનાના 2 ફરાર આરોપી સહિત 4 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment