Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ મજદુર સંઘે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું:શ્રમ કાયદા ઉલ્લંઘન અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદીની માંગ

    9 hours ago

    બોટાદ જિલ્લા મજદુર સંઘ, જે ભારતીય મજદુર સંઘ સાથે સંલગ્ન છે, તેણે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્ર શ્રમ કાયદાઓની વિવિધ કલમોના ઉલ્લંઘન, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અને કાયમી રોજગાર પ્રથા અમલમાં લાવવા જેવી કર્મચારીઓની વિવિધ માંગણીઓના નિરાકરણ માટે આપવામાં આવ્યું હતું. સંઘે ખાસ કરીને કોન્ટ્રાક્ટ આધારિત કામદારોના શોષણનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમની મુખ્ય માંગણીઓમાં શ્રમ કાયદાઓનું કડક પાલન કરાવવું, કોન્ટ્રાક્ટ પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરવી અને તેના સ્થાને કાયમી રોજગારની વ્યવસ્થા સ્થાપિત કરવી શામેલ છે. ભારતીય મજદુર સંઘ એ રાષ્ટ્રહિત, ઉદ્યોગહિત અને શ્રમિક હિતની ભાવના સાથે કાર્ય કરતું ભારતનું સૌથી મોટું શ્રમિક સંગઠન છે. તે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત શ્રમિકો અને કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. બોટાદ જિલ્લા મજદુર સંઘ આ રાષ્ટ્રીય સંગઠન સાથે જોડાયેલું છે. આ આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ 05/05/2026 ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને શ્રમ અને રોજગાર મંત્રીશ્રીને ઉદ્દેશીને રાજ્યભરના જિલ્લા કલેક્ટરો મારફત આવેદન આપવાના નિર્ધારિત કાર્યક્રમનો ભાગ હતો. આ પ્રસંગે ભારતીય મજદુર સંઘ, બોટાદ જિલ્લા અધ્યક્ષ રાજુભાઈ ડેરૈયા, પ્રદેશમંત્રી સમીરભાઈ એચ. જોશી, જિલ્લામંત્રી દીક્ષિતભાઈ અગ્રાવત, હિતેશભાઈ સિંગલ, અરવિંદભાઈ જમોડ, આશિષ ગોંડલિયા, રાહુલભાઈ રાવલ અને મનોજભાઈ દેસાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તાવ બાદ 5 વર્ષીય બાળકનું મોત, માતાનો રડી રડીને બેહાલ:સુરતમાં આકરા ઉનાળે પણ રોગચાળો વકર્યો, બાળક સહિત 3નાં મોત; સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો
    Next Article
    Ahmedabad Mini Cyclone Effect News | અમદાવાદમાં મીનિ વાવાઝોડાને કારણે ઘણા વૃક્ષ ધરાશાયી થયા|News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment