Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ મોતનું રહસ્ય ઘેરાયું:એક મહિના બાદ ડોક્ટરે મેડિકલ રિપોર્ટ તપાસ્યા પરંતુ મોતનું કારણ જાણી શક્યા નહીં

    7 hours ago

    અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક મહિના અગાઉ એક પરિવારે ડેરીમાંથી ખીરું લાવી ઢોસા બનાવીને ખાધા બાદ બે નાની બાળકીઓના મોત નિપજ્યાં હતાં, ત્યારે આ ઘટનાના એક મહિના બાદ અઢી માસની બાળકીનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે મોતનું કારણ ન જાણી શકાયું હોવાનો અભિપ્રાય આપતા બાળકીનું મોત રહસ્ય જ રહશે. અગાઉ પોલીસની તપાસ ડોક્ટરના અભિપ્રાય પર અટકી હતી, પરંતુ હવે તે પણ આગળ નહીં વધી શકે. અઢી મહિના અને 4 વર્ષની બે બાળકીના મોત 1 એપ્રિલ, 2026ના રોજ ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી. આ દરમિયાન અઢી મહિનાની રાહા અને 4 વર્ષની મિસ્ટી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. બંને બાળકીઓના પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે FSLમાંથી પણ રિપોર્ટ મેળવવામાં આવ્યા હતા. જે તે સમયે રિપોર્ટ આવ્યા બાદ પોલીસે ડોક્ટરનો અભિપ્રાય મેળવવાનું જણાવ્યું હતું. બાળકીઓના મોત મામલે મેડિકલ ટીમે કોઈ અભિપ્રાય ન આપ્યો પોલીસે રિપોર્ટ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરને તપાસ અને અભિપ્રાય માટે આપ્યા હતા. આ રિપોર્ટ અને તપાસ દરમિયાન રાહાના મોત માટે કોઈ યોગ્ય મેડિકલ પુરાવા મળ્યા નહોતા. જ્યારે મિસ્ટીના મોતને લઈને મેડિકલ ટીમે કોઈ અભિપ્રાય ન આપ્યો હોવાથી પોલીસ દ્વારા તમામ પુરાવા મળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરાશે. બાળકીઓના મોતને લઈ રહસ્ય ઘેરાયું આ કેસમાં હજુ પણ મેડિકલ ટીમ કે પોલીસ મોત કેવી રીતે થયું તેનો નિર્ણય પર પહોંચી શકી નથી, ત્યારે બંનેના શરીરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુની હાજરી ન મળી હોવાથી આખરે બંનેના મોત કેવી રીતે થયા તે રહસ્ય જ રહી જશે. પોલીસ કે ડોક્ટર ક્યારેય મોતનું કારણ જાણી શકશે કે કેમ તેને લઈને સવાલ ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મમતાનો ડ્રામા, કહ્યું- રાજીનામું નહીં આપે; ભારતીયો પર ઈરાની હુમલાથી મોદી નારાજ, અમદાવાદ સહિત 7 જિલ્લામાં મિનિ વાવાઝોડાં સાથે વરસાદ
    Next Article
    On Pakistan's Request, Trump Briefly Pauses Project Freedom, Blockade To Continue

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment