Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભત્રીજો મરી ગયો ત્યાં સુધી કાકાએ ધોકા માર્યા:હડાદના તોરણીયા ગામે જમીન વિવાદમાં ભત્રીજાની હત્યા કરીને કાકો ફરાર, હત્યાનો લાઈવ વીડિયો વાયરલ

    11 hours ago

    બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકામાં જમીનના અંગત વિવાદે એક લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તોરણીયા ગામના એક શખ્સે પોતાના જ સગા ભત્રીજા પર ધોકા અને બેટ વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ છે. જાહેરમાં મેળા વચ્ચે ખેલાયો લોહિયાળ ખેલ મળતી માહિતી મુજબ, હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નવાવાસ કાંઠ ગામે પરંપરાગત 'ગોરના મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો મેળાની મજા માણી રહ્યા હતા, ત્યારે જમીન બાબતે ચાલી રહેલા જૂના મનદુખને કારણે કાકા-ભત્રીજા સામસામે આવી ગયા હતા. તોરણીયા ગામના રહેવાસી આરોપી નોપાભાઈ ફુલાભાઈ તરાલે આવેશમાં આવી જઈ પોતાના ભત્રીજા કનાભાઈ (કરણભાઈ) તરાલ પર ક્રિકેટના બેટ વડે આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તોડ્યો દમ આરોપીએ ભત્રીજાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ કનાભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. એક ક્ષણિક આવેશ અને જમીનના ટુકડા માટે કાકાએ ભત્રીજાનો જીવ લેતા પરિવારમાં માતમ છવાયો છે. હત્યાનો લાઈવ વીડિયો વાયરલ આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે, જ્યારે આરોપી બેટથી હુમલો કરી રહ્યો હતો ત્યારે કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી કઈ રીતે નિર્દયતાપૂર્વક હુમલો કરી રહ્યો છે. આ વીડિયોના આધારે પોલીસે આરોપીની ઓળખ પણ કરી લીધી છે. ફરાર હત્યારા કાકાને પકડવા પોલીસ કામે લાગી ઘટનાની ગંભીરતાને જોતા દાંતા ડિવિઝનના ડીવાયએસપી વી.બી. બારડે જણાવ્યું હતું કે, 4મેંના રોજ હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન વિવાદના કારણે હત્યાનો બનાવ બન્યો છે. આરોપી નોપાભાઈએ તેના ભત્રીજા કરણભાઈને બેટ વડે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું મોત નિપજ્યું છે. વાયરલ વીડિયોમાં પણ આરોપી ગુનો આચરતા સ્પષ્ટ દેખાય છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે." હાલમાં હડાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે અને આરોપી ટૂંક સમયમાં પોલીસના સકંજામાં હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં સ્પષ્ટ બેરિશ ટ્રેન્ડ જોવાયો:વૈશ્વિક નબળાઈ અને વેચવાલીથી બજારમાં સાવચેતીનો માહોલ
    Next Article
    ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 400 કરોડથી વધુનું ફુલેકું?:મહિને 5% રિટર્નની લાલચમાં 33 હજાર રોકાણકારોના નાણાં ડૂબ્યાની આશંકા, શૂટ સ્પેસના સંચાલકો પૈસા લઈ રફુચક્કર થયાના આક્ષેપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment