Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં સ્પષ્ટ બેરિશ ટ્રેન્ડ જોવાયો:વૈશ્વિક નબળાઈ અને વેચવાલીથી બજારમાં સાવચેતીનો માહોલ

    10 hours ago

    આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં સ્પષ્ટ બેરિશ ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં વ્યાપક વેચવાલી અને નેગેટિવ સેન્ટિમેન્ટ હાવી રહ્યો. શરૂઆતથી જ બજારમાં ગેપ-ડાઉન ઓપનિંગ જોવા મળી અને દિવસ દરમિયાન દરેક રિકવરી પર વેચવાલી જોવા મળી. વૈશ્વિક નબળાઈ, એફઆઈઆઈ વેચવાલી અને ટેકનિકલ બ્રેકડાઉનના કારણે બજાર દબાણ હેઠળ રહ્યું એકંદરે ઓવરઓલ સેન્ટિમેન્ટ વેચવાલી તરફ ઝુકેલું રહ્યું. રાજયોની ચૂંટણીના પરિણામોની અસર સાથે ઈરાન-અમેરિકા યુદ્વનો અંત લાવવા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ડિલ શરતો પર વિચારણા કરવાનો અને ઈરાને પણ ન્યુક્લિયર મામલે અમેરિકાની શરતને સ્વિકારી લીધાના અહેવાલોએ યુદ્વનો અંત આવવાની અપેક્ષાએ ફંડોએ આજે ફંડો, મહારથીઓ શેરોમાં વેચવાલી જોવા મળી હતા. શેરોમાં આરંભિક તોફાની તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ થતાં અડધોઅડધ ઉછાળો ઓસરતો જોવાયો હતો. હેલ્થકેર-ફાર્મા, કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, ઓટો શેરોમાં તેજી થઈ હતી. જ્યારે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં વેચવાલી રહી હતી. શેરોમાં આજે ફરી સ્મોલ, મિડ કેપ, એ ગ્રુપના શેરોમાં ફંડોની ખરીદી થતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોને મુક્ત કરવાનો પ્રયાસ શરૂ કરશે તે પછી હવે તે ચિંતાઓ થોડી ઓછી થઈ છે. ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત કરવાનો પ્રયાસ એક "માનવતાવાદી સંકેત" હતો જેનો હેતુ ફક્ત એવા તટસ્થ દેશોને મદદ કરવાનો હતો જે ઈરાન પર યુએસ-ઇઝરાયલ યુદ્ધમાં સામેલ ન હતા. સેન્સેક્સમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો, જેમાં ઇન્ડેક્સે મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તોડી નાખ્યા. બેંકિંગ અને હેવીવેઈટ સ્ટોક્સમાં વેચવાલી મુખ્ય કારણ રહી. દિવસ દરમિયાન નાના ઉછાળા છતાં અંતે ઇન્ડેક્સ નબળાઈ સાથે બંધ રહ્યો. બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 77269 સામે 77103 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 76515 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... દિવસ દરમ્યાન સરેરાશ 636 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સેન્સેક્સ સરેરાશ 251 પોઈન્ટના ઘટાડા સાથે 77017 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24206 સામે 24062 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 23937 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 211 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 78 પોઈન્ટના ઘટાડા સાથે 24128 પોઈન્ટ બંધ થયેલ. વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવમાં વધારો અને ગ્લોબલ માર્કેટમાં નબળાઈ ભારતીય બજાર માટે નેગેટિવ રહ્યા. યુએસ અને યુરોપિયન બજારોમાં ઘટાડો રોકાણકારોના વિશ્વાસને ઘટાડે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી માટે દબાણ ઊભું કરે છે. રિસ્ક ઓફ સેન્ટિમેન્ટ ગ્લોબલ લેવલે મજબૂત બન્યું. સ્થાનિક પરિબળો : સ્થાનિક સ્તરે એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી બજાર માટે મુખ્ય નેગેટિવ પરિબળ બની. રૂપિયામાં નબળાઈ અને ઊંચા વેલ્યુએશન રોકાણકારોને સાવચેત રાખે છે. ડીઆઈઆઈ દ્વારા ખરીદી થતી હોવા છતાં તે બજારને સંપૂર્ણ રીતે સપોર્ટ આપી શક્યા નથી. બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી, જે ઇન્ડેક્સના ઘટાડાનું મુખ્ય કારણ બની. આઈટી સેક્ટરમાં ગ્લોબલ નબળાઈના કારણે તીવ્ર ઘટાડો નોંધાયો. મેટલ સેક્ટરમાં વૈશ્વિક માંગ ઘટતા દબાણ જોવા મળ્યો. ઓટોમોબાઈલ સેક્ટરમાં ખર્ચ વધતા અને ડિમાન્ડ અંગે ચિલ્તા કારણે ઘટાડો રહ્યો. એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં મર્યાદિત ઘટાડો જોવા મળ્યો, કારણ કે તે ડિફેન્સિવ છે. ડીઆઈઆઈ દ્વારા મર્યાદિત ખરીદી બજારને તળિયે સપોર્ટ આપે છે. ડિફેન્સિવ સેક્ટરમાં સ્થિરતા જોવા મળતા સંપૂર્ણ ક્રેશ ટળ્યો. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ હજી મજબૂત રહે છે. એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી બજાર માટે સૌથી મોટો દબાણ બની. વૈશ્વિક અનિશ્ચિતતા અને જીઓપોલિટિકલ જોખમો રોકાણકારોને જોખમ ટાળવા પ્રેરિત કરે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી ઇન્ફ્લેશન અંગે ચિંતા વધારે છે. ટેકનિકલ બ્રેકડાઉન અને ડોલર ઇન્ડેક્સની મજબૂતી બજારને વધુ નબળું બનાવે છે. મિત્રો, 04.05.2026 મેં ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ. 2835.62 કરોડની ખરીદી જોવા મળી હતી. જયારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ. 4764.16 કરોડની ખરીદી જોવા મળી હતી. કોમોડિટી મૂવમેન્ટ : ક્રૂડ ઓઈલમાં તેજી બજાર માટે નકારાત્મક રહી. મેટલ્સમાં નબળાઈ જોવા મળી. કોમોડિટી માર્કેટ દબાણ હેઠળ રહ્યો. સોનાના ભાવમાં તેજી જોવા મળી, કારણ કે રોકાણકારો સેફ હેવન તરફ વળ્યા. અનિશ્ચિતતા દરમિયાન ગોલ્ડમાં ડિમાન્ડ વધે છે. ચાંદીમાં મિક્સ્ડ પરંતુ નબળો ટ્રેન્ડ રહ્યો. આજના સેશનમાં બજાર પર સ્પષ્ટ બેરિશ દબાણ જોવા મળ્યું, જેમાં વ્યાપક વેચવાલી અને નેગેટિવ સેન્ટિમેન્ટ હાવી રહ્યો. ટેકનિકલ અને ગ્લોબલ બંને પરિબળો બજાર માટે નકારાત્મક સંકેત આપે છે, જેના કારણે ટૂંકા ગાળામાં સાવચેતી જરૂરી છે. ટૂંકા ગાળામાં બજાર નેગેટિવ બાયસ સાથે વોલેટાઇલ રહી શકે છે. ભાવિ દિશા : આ જો અને તો ની અનિશ્ચિતતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ 128 ડોલર આંબી જવા અને અમેરિકી ડોલર સામે રૂપિયો 95 ની સપાટી તોડીને નવા ઐતિહાસિક તળીયે ઉતરી જવાથી ભારત માટે નેગેટીવ પરિબળો રચાયા છે. ભારતની ઓઈલ આયાત અત્યંત મોંઘી બનતા આર્થિક ભીંસ વધવાના સ્પષ્ટ સંકેત છે. ઓઈલ આયાત બિલ વધવાની સાથે ખાધમાં જંગી વધારાની સ્થિતિ કેન્દ્ર સરકારને અકળાવી મૂકનાર અને કફોડી સ્થિતિમાં લાવી દેશે. તા. 05.05.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24128 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24272 પોઈન્ટના પ્રથમ અને 24303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24088 પોઈન્ટ થી 24008 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23979 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ગ્લેનમાર્ક ફાર્મા ( 2445 ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ. 2404 નો પ્રથમ તેમજ રૂ. 2388 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 2464 થી રૂ. 2470 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 2478 ઉપર તેજી તરફી ધ્યાન...!! સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( 1053 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1033 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1019 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1067 થી 1075 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. ડો.રેડ્ડી ( 1271 ) :- રૂ. 1247 નો પ્રથમ તેમજ રૂ. 1234 ના બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1283 થી રૂ. 1290 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! આઈસીઆઈસીઆઈ બેંક ( 1258 ) :- પ્રાઈવેટ બેંક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 1273 થી રૂ. 1280 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 1218 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! ટાટા કન્ઝ્યુમર ( 1159 ) :- રૂ. 01 ની ફેસવેલ્યુ ધરાવતા ટી એન્ડ કોફી સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1134 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1173 થી રૂ. 1180 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Google to Host The Android Show Ahead of I/O 2026 Developer Conference Next Week
    Next Article
    ભત્રીજો મરી ગયો ત્યાં સુધી કાકાએ ધોકા માર્યા:હડાદના તોરણીયા ગામે જમીન વિવાદમાં ભત્રીજાની હત્યા કરીને કાકો ફરાર, હત્યાનો લાઈવ વીડિયો વાયરલ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment