Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:મહેસાણા: ધરોઈ-સતલાસણા રોડ પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચાર લોકો ઘાયલ

    1 week ago

    મહેસાણા જિલ્લાના ધરોઈથી સતલાસણા જવાના માર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતા જ બાઈક સવારો રોડ પર ફંગોળાયા હતા જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ટક્કર મારી સાબરકાંઠાના વડાલી પાસે આવેલા સુરજપુર ગામના વતની અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારના સભ્યો બાઈક પર સવાર થઈ મજૂરી અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન ધરોઈ-સતલાસણા રોડ પર રોંગ સાઈડમાં આવતી ગાડીએ તેમને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 23 વર્ષીય બાઈક ચાલક ઠાકોર વિજયજી ભુપતજી સહિત પરિવારના અન્ય સભ્યો ઠાકોર ભટીબેન ભુપતજી, ઠાકોર મનીષાબેન ભુપતજી અને ઠાકોર લાસુબેન લવજીજીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર, ઈજાગ્રસ્તો સારવારમાં અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે સતલાસણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત જોતા વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી ફરાર ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
    Click here to Read More
    Previous Article
    Editor's View : બંગાળમાં SIRનું બ્રહ્માસ્ત્ર ચાલી ગયું:'નકલી' મતદારો ગાયબ થયા ને મમતાએ ગઢ ગુમાવ્યો; રાજીનામું નહીં આપવાનો દીદીનો ધડાકો, હવે શું થશે? સમજો A TO Z
    Next Article
    મનપાનું બુલડોઝર ફરી વળ્યું:રાજકોટનાં વેસ્ટ ઝોનમાં ટી.પી. રોડ અને અનામત પ્લોટ પરથી રૂ. 32.14 કરોડની જમીન પર ખડકાયેલા દબાણો હટાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment