Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનું બુલડોઝર ફરી વળ્યું:રાજકોટનાં વેસ્ટ ઝોનમાં ટી.પી. રોડ અને અનામત પ્લોટ પરથી રૂ. 32.14 કરોડની જમીન પર ખડકાયેલા દબાણો હટાવાયા

    1 week ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં અનધિકૃત બાંધકામો દૂર કરવા માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં. 10, 11 અને 12 માં આવેલા વિવિધ ટી.પી. સ્કીમના અનામત પ્લોટ તેમજ ટી.પી. રોડ પરના દબાણો હટાવવામાં આવ્યા હતા. જેમાં 3783 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, જેની અંદાજીત કિંમત રૂ. 32.14 કરોડ છે. ટી.પી. સ્કીમ નં. 21 (મવડી) માં અંતિમખંડ નં. 58/એ, 58/બી અને 58/સી માં સોરઠીયા પાર્ક પાસે વાણીજ્ય હેતુના બાંધકામો દૂર કરી 3783 ચો.મી. જમીન ખુલ્લી કરાઈ હતી. આ ઉપરાંત, ટી.પી. સ્કીમ નં. 27 (મવડી) માં 50 મીટર લંબાઈમાં ધાર્મિક દબાણ, ટી.પી. સ્કીમ નં. 5 (નાનામવા) માં એ. જી. સોસાયટી પાસે 100 મીટરની દીવાલ અને ટી.પી. સ્કીમ નં. 36 (મવડી) માં મવડી-પાળ રોડ પર 200 મીટર લંબાઈમાં નડતરરૂપ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓ, એન્જીનીયરો, સર્વેયર સહિત જગ્યા રોકાણ શાખા, ફાયર અને રોશની વિભાગ તેમજ વિજિલન્સ પોલીસનો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો. સિટિબસ સેવાને સુધારવા પ્રયાસ ડ્રાઈવરો અને કંડક્ટરો માટે ખાસ તાલીમ યોજાઇ રાજકોટ મનપાની કંપની રાજકોટ રાજપથ લી. (RRL) દ્વારા પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવવા મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિટી બસ સેવાનાં ડ્રાઈવરો અને કંડક્ટરો વધુ સારી રીતે અને સુરક્ષિત તેમજ અસરકારક કામગીરી કરી શકે તે માટે 03-05-2026, રવિવારના રોજ રાજકોટ રાજપથ લી.ની કચેરી ખાતે આ વિશેષ પ્રોગ્રામ યોજાયો હતો. રાજકોટ શહેરમાં હાલ RRL દ્વારા BRTS અને સિટી બસ સેવા હેઠળ કુલ 82 રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવામાં 100 CNG બસ અને 134 મીડી એસી ઈલેક્ટ્રિક બસ મળીને કુલ 234 બસો કાર્યરત છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવા માટે સમયાંતરે કર્મચારીઓને તાલીમ આપવી અનિવાર્ય હોવાથી આ પહેલ કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય ટ્રેનર તરીકે નિવૃત્ત આર.ટી.ઓ. જે.વી. શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત સ્ટાફને ડ્રાઈવિંગ સ્કિલ સુધારવા, ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા અને માર્ગ અકસ્માતો નિવારવા માટેના ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક સમજ આપી હતી. આ ઉપરાંત, જાહેર પરિવહન સેવામાં મુસાફરો સાથેનું વર્તન ખૂબ જ મહત્વનું હોવાથી, મુસાફરો સાથે વિનમ્રતાપૂર્વક વર્તવા અને તેમને પડતી મુશ્કેલીઓનો સહાનુભૂતિપૂર્વક ઉકેલ લાવવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો: 7 મેથી બુકિંગ શરૂ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ અને લાલકુઆં વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન સંખ્યા 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ હવે 18 મે થી 13 જુલાઈ, 2026 સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે, પરત દિશામાં ટ્રેન સંખ્યા 05045 લાલકુઆં-રાજકોટ 17 મેથી 12 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે. આ બંને ટ્રેનોના 9-9 ફેરા વધારવામાં આવ્યા છે, જે મુસાફરો માટે રાહતના સમાચાર છે. આ લંબાવેલા ફેરા માટેની ટિકિટોનું બુકિંગ 7 મે, 2026થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવશે. આ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે. મુસાફરો ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચ કમ્પોઝિશન અંગેની માહિતી મેળવવા રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. હાલ વેકેશન અને તહેવારોના સમયમાં ટ્રાફિકને પહોંચી વળવા માટે રેલવે દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે સુરક્ષા બળની સરાહનીય કામગીરી: મુસાફરનો કિંમતી સામાન પરત અપાવ્યો પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ સતર્કતા અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતા એક મુસાફરનો ભૂલથી છૂટી ગયેલો રૂ. 57,360 ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે પરત કર્યો છે. આ ઘટના 04 મે 2026 ના રોજ બની હતી, જ્યારે બનારસ–ઓખા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા દિનેશ કુમાર નામનો મુસાફર જામનગર સ્ટેશને ઉતરતી વખતે પોતાની લેપટોપ બેગ ટ્રેનમાં જ ભૂલી ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર મોહનલાલ શર્મા અને કોન્સ્ટેબલ અરશીભાઈએ ત્વરિત કાર્યવાહી કરી ખંભાળિયા સ્ટેશને ટ્રેન આવતા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોચ B/3 માંથી કાળા રંગની લેપટોપ બેગ મળી આવી હતી, જેમાં ડેલ કંપનીનું લેપટોપ, લેડીઝ પર્સ, રોકડ, એરબડ્સ અને ટ્રિમર જેવી કિંમતી વસ્તુઓ હતી. જરૂરી કાર્યવાહી બાદ ખંભાળિયા આરપીએફ પોસ્ટ ખાતે આ તમામ સામાન મુસાફરને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી બદલ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી છે. ચોમાસામાં કટોકટીને પહોંચી વળવા 12 અધિકારીઓને ખાસ ફરજ, 1 જૂનથી ફ્લડ કંટ્રોલરૂમ શરૂ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પહેલાંની તૈયારીઓ અંગેની બેઠક યોજાઇ હતી. જેમાં ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં પૂર સહિતની સંભવિત કટોકટીને પહોંચી વળવા જિલ્લામાં દરેક તાલુકા માટે એક નાયબ કલેક્ટર મળીને 12 અધિકારીઓને ખાસ ફરજ સોપવામાં આવી છે. વાવાઝોડા કે ભારે વરસાદની ચેતવણીના સંજોગોમાં તમામ સ્ટાફને ફરજના સ્થળે જ હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના અધ્યક્ષસ્થાને આ પ્રિ-મોન્સૂન પ્રિપેર્ડનેસની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગોને ચોમાસામાં બચાવ અને સ્થળાંતર માટે આગોતરી તૈયારીઓ કરી રાખવા સૂચના આપવામાં આવી હતી. જેમાં પાણીના વહેણને અવરોધતા હોય તેવા દબાણો વહેલાસર દૂર કરી નાંખવા, ભૂતકાળમાં જ્યાં-જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ થઈ હોય તેવા કેસોનો અભ્યાસ કરીને ત્યાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે પ્રકારે કામગીરી કરવા, ચોમાસું શરૂ થાય તે પહેલાંથી જ વોટર સ્પોર્ટસની પ્રવૃત્તિ જો ક્યાંય થતી હોય તો તે બંધ કરવી, જર્જરિત થાંભલાઓ, ઊંચા બિલ્ડિંગ પર લાગેલા જર્જરિત અને જોખમી હોર્ડિંગ્સ વગેરેને સમયસર દૂર કરવા જણાવાયું હતું. ઉપરાંત જિલ્લામાં 1 જૂનથી તાલુકા કક્ષાએ ફ્લડ કંટ્રોલરૂમ રાઉન્ડ ધી ક્લોક શરૂ કરવા અને સંદેશાવ્યવહાર અસરકારરક રીતે થાય તે વ્યવસ્થા સુદ્રઢ રાખવા જણાવાયું હતું. સંભવિત નીચાણવાળા વિસ્તારો અને સ્થળાંતરના સ્થળો, તરવૈયાઓની યાદી, બચાવના સાધનો વગેરે અગાઉથી જ તૈયાર રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:મહેસાણા: ધરોઈ-સતલાસણા રોડ પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચાર લોકો ઘાયલ
    Next Article
    શિક્ષણના નામે ઉઘરાણી:બે આશ્રમ શાળાની માન્યતા રદ્દ, સંચાલક વસંત પટેલ સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment