Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ:સરદાર સોસાયટી અને જવાહર ગ્રાઉન્ડ રોડ પર લાખો લીટર પાણીનો વેડફાટ, લોકોમાં રોષ

    8 hours ago

    સુરેન્દ્રનગરના સરદાર સોસાયટી અને જવાહર ગ્રાઉન્ડ રોડ પર મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. આ ભંગાણને કારણે લાખો લીટર પીવાનું પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકોને ત્રણથી ચાર દિવસે માંડ એકવાર પાણી મળે છે. આવી સ્થિતિમાં પાણીનો આટલો મોટા પાયે વેડફાટ થવા છતાં તંત્ર દ્વારા લીકેજ રોકવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના મતે, સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા બન્યા બાદ સુવિધાઓ વધવાને બદલે ઘટી છે. પાણીના વેડફાટ અને તંત્રની બેદરકારી અંગે લોકોમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા અગાઉ જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. જેમાં શહેરના કુલ 13 વોર્ડની 52 બેઠકોમાંથી 51 બેઠકો ભાજપના ફાળે અને 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જ્યારે આમ આદમી પાર્ટી ખાતું ખોલાવી શકી નહોતી.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે દિલ્હી અને ચેન્નઈ વચ્ચે મેચ:અક્ષર પટેલે ટૉસ જીતીને બેટિંગ લીધી; બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં બદલાવ કર્યા
    Next Article
    "There Was No Hate Speech In Assam": Himanta Sarma To NDTV After BJP Hat-Trick

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment