Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટમાં વડોદરાના પોલીસકર્મીઓ સામે કન્ટેમ્પ્ટ અરજી દાખલ:અરજદારે કહ્યું- રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓનું સરઘસ કાઢી શકાય નહીં; કોર્ટમાં તમામ અરજીઓ ક્લબ કરી ચલાવે તેવી શક્યતા

    9 hours ago

    ગુજરાત હાઈકોર્ટમાં વડોદરાથી 5 અરજદારોએ વડોદરા પોલીસ કર્મચારીઓ સામે કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી છે. જેમાં જણાવ્યું છે કે, તેમની સામે ગણેશ મૂર્તિ ઉપર ઈંડા ફેકવાનો આક્ષેપ છે. આ બનાવ ઓગસ્ટ, 2025માં બન્યો હતો. પોલીસ ફરિયાદ અજાણ્યા શખ્સો સામે નોંધવામાં આવી હતી. ત્યાર બાદ તપાસ કરીને પોલીસે આરોપીની ધરપકડ કરવાની શરૂ કરી હતી. અરજદારો ઘટના સમયે ત્યાં હજાર હતા કે કેમ? પોલીસે કથિત બનાવ મામલે અરજદાર 5 આરોપીઓને રિકન્સ્ટ્રક્શનના નામે 1.5 કિમી લાંબી પરેડ કરાવી હતી. પરંતુ આ રિકન્સ્ટ્રક્શનમાં તેમને દોષિત ઠેરાવીને પોલીસ માફી મંગાવતી હોય તેવું લાગતું હતું. વળી તે સંલગ્ન સામગ્રી પણ ગુજરાત પોલીસની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી હતી. અરજદારોને પૂછ્યું હતું કે, શું તેઓ ઘટના સમયે ત્યાં હજાર હતા કે કેમ? જે સંદર્ભે અરજદારના વકીલ ગુરૂવારે કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરશે. અરજદારોએ કોઈ ઈંડા ફેંક્યા નથી અરજદારના વકીલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ તેઓ ત્યાં હાજર હોય તો પણ પોલીસ આવું વર્તન કરી શકે નહીં. તેઓએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ત્રણ CD રજૂ કરી હતી. સાથે જ એમ પણ કહ્યું હતું કે, અરજદારોએ કોઈ ઈંડા ફેંક્યા નથી. અરજદારોની આ કેસમાં જામીન થયા બાદ પણ એક બાદ એક અન્ય કેસમાં તેમની ધરપકડ કરી PASA કરવામાં આવી છે. ચાણસ્મામાં 19 લોકોને પોલીસે 2 કલાક માર માર્યો હતો હાઈકોર્ટે પણ કહ્યું હતું કે, તેઓ અવારનવાર સમાચાર પત્રોમાં પોલીસ દ્વારા આરોપીઓ સામે આવા પગલાં જુએ છે. અરજદારોએ વધુમાં જણાવ્યું હતું કે, પાટણના ચાણસ્મામાં પણ આવું થયું હતું. જેમાં 19 જેટલા લોકોને પોલીસે 2 કલાક માર માર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, રિકન્સ્ટ્રક્શનની કોઈ એવિડેન્સિયલ વેલ્યુ નથી. પરંતુ તપાસ કરવા માટે તેનો જરૂરિયાત વખતે જ ઉપયોગ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરી શકે નહીં હાઈકોર્ટે કહ્યું હતું કે, આવી અન્ય મેટરો પણ કોર્ટ સમક્ષ આવી છે, ત્યારે તેને ક્લબ કરીને ચલાવવામાં આવી શકે છે. અરજદાર તરફથી વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષ 2021થી આ પ્રકારનો સિલસિલો શરૂ થયો છે. પોલીસ કર્મચારીઓને ઉપરથી હુકમ મળતો હોય તો જ તેઓ આ પ્રકારનું કાર્ય કરી શકે. પોલીસકર્મી કાયદો હાથમાં લઈ શકે નહીં કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરી શકે નહીં. નાગરિકોના બંધારણીય અધિકારોનો ભંગ થઈ શકે નહીં. વળી પોલીસને CM અને ડેપ્યુટી CM દ્વારા પ્રેરણા અપાય છે.
    Click here to Read More
    Previous Article
    અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું કરૂણ મોત:વિજાપુર નજીક પૂરપાટ આવતી ફોર વ્હીલર ગાડી યુવકને ઉડાવ્યું, અકસ્માત સર્જી કારચાલક ફરાર
    Next Article
    બોટાદ જિનમંદિરનો 73મો વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવ:ત્રિદિવસીય અધ્યાત્મ તત્વજ્ઞાન શિબિરનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment