Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું કરૂણ મોત:વિજાપુર નજીક પૂરપાટ આવતી ફોર વ્હીલર ગાડી યુવકને ઉડાવ્યું, અકસ્માત સર્જી કારચાલક ફરાર

    2 days ago

    બનાસકાંઠાના હડાદ તાલુકાના ધ્રોંગી ગામના એક યુવકનું વિજાપુર-હિંમતનગર રોડ પર રણછોડપુરા ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો, જે અંગે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રસ્તો ભૂલો પડતા ખેરાલુને બદલે વિજાપુર પહોંચ્યો મળતી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના ધોગ્રીવાસમાં રહેતા બાબુભાઈ મીનાભાઈ જોરાભાઈનો મોટો પુત્ર મહેશ (ઉંમર આશરે 20 થી 22 વર્ષ) ખેરાલુના એક કોન્ટ્રાક્ટર પાસે પાઇપલાઇન ક્લીનિંગની સાઈડ પર મજૂરી કામ કરતો હતો. ગત તારીખ 4 મે 2026ના રોજ મહેશ અને તેનો પિતરાઈ ભાઈ રાજુભાઈ બંને ટ્રેક્ટર લઈને વિસનગર સાઈડથી ખેરાલુ જવા નીકળ્યા હતા. રસ્તો અજાણ્યો હોવાથી તેઓ ભૂલા પડી ખેરાલુને બદલે વિજાપુર પહોંચી ગયા હતા. અજાણી ફોર વ્હીલર ગાડીએ મહેશને જોરદાર ટક્કર મારી રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે હિંમતનગર રોડ પર રણછોડપુરા ચોકડી પાસે મહેશે રસ્તો પૂછવા માટે ટ્રેક્ટર સાઈડમાં ઊભું રખાવ્યું હતું. તે દરમિયાન હિંમતનગર તરફથી પૂરઝડપે આવી રહેલી એક અજાણી ફોર વ્હીલર ગાડીએ મહેશને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહેશને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ બનાવ અંગે મૃતકના પિતા બાબુભાઈએ વિજાપુર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ફરાર વાહન ચાલકને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    14 જિલ્લા માથે માવઠાનો ખતરો:પાંચ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ, વડોદરાના કોટના બીચ પર 9 ડૂબ્યાં-2નાં મોત, પ્રેમસંબંધમાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ
    Next Article
    હાઈકોર્ટમાં વડોદરાના પોલીસકર્મીઓ સામે કન્ટેમ્પ્ટ અરજી દાખલ:અરજદારે કહ્યું- રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓનું સરઘસ કાઢી શકાય નહીં; કોર્ટમાં તમામ અરજીઓ ક્લબ કરી ચલાવે તેવી શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment