Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણની શક્યતા:રાજકોટનાં નવા બનતા ફોરલેન સાંઢિયા પુલની કામગીરી અંતિમ તબક્કામાં, એક લાખ કરતા વધુ વાહનચાલકોને મળશે રાહત

    2 days ago

    રાજકોટ શહેરના જામનગર હાઇવેને જોડતા અતિ મહત્વના એવા સાંઢિયા પુલના નવનિર્માણની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી શહેરના પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનના ટ્રાફિક માટે માથાના દુખાવા સમાન બનેલી આ સમસ્યાનો હવે સુખદ અંત આવવા જઈ રહ્યો છે. હાલ માત્ર પુલની એક સાઈડ એટલે કે જમણી બાજુના સિવિલ સાઈડ એપ્રોચ રોડમાં ડામરકામ અને ફાઇનલ ફિનિશિંગની કામગીરી બાકી છે. આ કામગીરી આગામી 20 દિવસમાં પૂર્ણ થવાની પૂરતી શક્યતા છે. 20 મેં આસપાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાજકોટ મુલાકાત ગોઠવાઈ રહી હોવાથી તેમના હસ્તે જ આ ફોરલેન બ્રીજ ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા છે. બ્રીજ શરૂ થતાં એક લાખ કરતા વધુ વાહનચાલકોને રાહત મળશે. રાજકોટ મનપાનાં સેન્ટ્રલ ઝોનના સિટી ઇજનેર અતુલ રાવલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા રૂ. 74.25 કરોડનાં ખર્ચે હાથ ધરવામાં આવેલા આ બ્રીજની લંબાઈ 600 મીટર એટલે કે અડધા કિલોમીટર કરતા પણ વધુ છે, જ્યારે તેની પહોળાઈ 16.40 મીટર રાખવામાં આવી છે. અગાઉ પુલ જર્જરિત અને સાંકડો હોવાથી તેને તોડીને તેના સ્થાને રૂ. 74.25 કરોડના ખર્ચે આ નવો ફોરલેન બ્રીજ બનાવવામાં આવ્યો છે. હાલની સ્થિતિની વાત કરીએ તો, પુલની મુખ્ય સિવિલ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. અત્યારે માત્ર પુલની એક સાઈડ એટલે કે જમણી બાજુના સિવિલ સાઈડ એપ્રોચમાં ડામરકામ અને ફાઇનલ ફિનિશિંગની કામગીરી બાકી છે. ઉપરાંત ભોમેશ્વર તરફના સર્વિસ રોડની કામગીરી પણ આટોપી લેવામાં આવી છે. ત્યારે આગામી 20 દિવસમાં ડામર અને પેઇન્ટિંગ જેવી તમામ નાની-મોટી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવનાર છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સાંઢિયા પુલના નિર્માણમાં ધાર્યા કરતા થોડો વધુ સમય લાગ્યો હોવા પાછળ અનેક ટેકનિકલ અને કુદરતી કારણો પણ જવાબદાર રહ્યા છે. આ પુલનો મોટો હિસ્સો રેલવે લાઈન પરથી પસાર થતો હોવાથી ગર્ડર મૂકવા જેવી જટિલ કામગીરી માટે રેલવે તંત્રની મંજૂરી મેળવવી અનિવાર્ય હતી. આ મંજૂરીની પ્રક્રિયામાં ખાસ્સો સમય વીતી ગયો હતો. તે ઉપરાંત, ગત ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે પણ બાંધકામની ગતિ ધીમી પડી હતી. તહેવારોના સમયે કોન્ટ્રાક્ટર પાસે મજૂરોની અછત સર્જાતા કામમાં અડચણો આવી હતી. જોકે, હવે આ તમામ અવરોધો પાર કરીને પુલ તેના લોકાર્પણ માટે સજ્જ થઈ રહ્યો છે. બ્રીજ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકતા પહેલા તેના પર ભારે વાહનો ચલાવીને જરૂરી ટેસ્ટિંગ પણ કરવામાં આવશે. આ બ્રીજ શરૂ થવાથી રાજકોટના વોર્ડ નંબર 1, 2 અને 3 ના રહેવાસીઓ સહિત અંદાજે 1,00,000 થી વધુ વાહનચાલકોને મોટી રાહત મળશે. ખાસ કરી નાગેશ્વર, ઘંટેશ્વર, એઇમ્સ હોસ્પિટલ તરફ જતા લોકો, શીતલ પાર્ક, માધાપર, રેલનગર અને પોપટપરા વિસ્તારના રહીશોને હવે ટ્રાફિક જામનો સામનો નહીં કરવો પડે. અત્યાર સુધી પુલ બંધ હોવાને કારણે એસ.ટી. બસો અને અન્ય ભારે વાહનોને શહેરના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, રૈયા રોડ અને રૈયા ચોકડી થઈને 150 ફૂટ રિંગ રોડ પર ડાયવર્ટ કરવામાં આવતા હતા. આના કારણે શહેરના આંતરિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ અસહ્ય વધી ગયું હતું. જોકે ચાલુ મહિનાના અંત સુધીમાં આ બ્રીજ ખુલ્લો મૂકી દેવામાં આવશે. જેના કારણે હવે આ તમામ ભારે વાહનો પણ સીધા સાંઢિયા પુલ પરથી પસાર થશે, જેના કારણે શહેરના મધ્ય ભાગમાં ટ્રાફિકની ગીચતામાં મોટો ઘટાડો થશે અને વાહનચાલકોના સમય તેમજ ઇંધણની બચત થશે. આ સિવાય જામનગર રોડનાં વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને રોજ અવરજવર માટે ડાયવર્ઝનનો ઉપયોગ કરવામાંથી મુક્તિ મળશે. જેના કારણે લોકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે. આ માટે સંબંધિત એજન્સીને બાકીનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા કડક સૂચના આપી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા બાઈકની ચોરી કરતો, CCTV:ડિસમિસ વડે એક ઝટકામાં સ્પોર્ટ્સ બાઈકનું લોક તોડતા, 3 આરોપીની ધરપકડ; પોલીસની હાજરીમાં ડેમો બતાવ્યો
    Next Article
    53.55 કરોડની હેરાફેરીનો પર્દાફાશ, આણંદ ગેંગના 10 ઝડપાયા:અમદાવાદ સહિતના શહેરમાં નેટવર્ક ફેલાયેલું, ‘ઓપરેશન મ્યુલ 2.0’ અંતર્ગત 132 સાયબર ગુનાઓ ઉકેલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment