Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા બાઈકની ચોરી કરતો, CCTV:ડિસમિસ વડે એક ઝટકામાં સ્પોર્ટ્સ બાઈકનું લોક તોડતા, 3 આરોપીની ધરપકડ; પોલીસની હાજરીમાં ડેમો બતાવ્યો

    1 week ago

    અમદાવાદ શહેર ઝોન 1 ડીસીપીની LCB સ્કવોડે બાઈક ચોરી કરતી ગેંગના 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ડિસમિસ વડે લોક તોડીને બાઈક ચોરી કરતા હતા. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, ગર્લફ્રેન્ડને ફેરવવા અને શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરીને વેચી દેતા હતા. આરોપીની ધરપકડથી 12 ચોરીનો ભેદ ઉકેલાયો છે. LCB સ્કવોડે 3 બાઈકચોરને ઝડપી પાડ્યા પીએસસી જી.કે. ચાવડાની ટીમને બાતમી મળી હતી કે, અલગ અલગ વિસ્તારમાંથી સ્પોર્ટ્સ બાઇક ચોરી કરનાર ગેંગના આરોપી અમદાવાદમાં બાઇક સાથે હાજર છે. જેના આધારે પોલીસે સુનિલકુમાર ગરાસિયા, કૈલાસ રોત અને વિજેશ નમોમા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પલ્સર, KTM, R15 સહિત 12 ચોરીના બાઇક મળી આવ્યા હતા. આરોપીઓ સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતા આરોપીની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ત્રણેય આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. તેમની સાથે મુખ્ય આરોપી થાવરા, વિકાસ ગરાસિયા અને પ્રવીણ નામના અન્ય 3 આરોપીઓ પણ જોડાયેલા છે. જે હાલ ફરાર છે. તમામ આરોપીઓ ભેગા મળીને શહેરમાં લાંબા સમયથી એક જ જગ્યાએ પડેલા અને જનરલ પાર્કિગમાં પડેલા સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતા હતા. ગર્લ ફ્રેન્ડના મોજશોખ પૂરા કરવા બાઈક ચોરતો આરોપી ગર્લ ફ્રેન્ડને ફેરવવા અને મોજશોખ પૂરા કરવા ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતા હતા કારણ કે તેની રીસેલ વેલ્યુ વધારે મળતી હતી. આરોપીઓ ડિસમિસ વડે ઝટકો મારીને બાઈકનું લોક તોડી દેતા હતા. પોલીસે આરોપી પાસે જ ચોરીનો ડેમો કરાવ્યો હતો જેમાં એક ઝાટકે લોક તોડી નાખ્યું હતું. આરોપીઓની ધરપકડ કરી ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી:દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદ, માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી
    Next Article
    મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણની શક્યતા:રાજકોટનાં નવા બનતા ફોરલેન સાંઢિયા પુલની કામગીરી અંતિમ તબક્કામાં, એક લાખ કરતા વધુ વાહનચાલકોને મળશે રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment