Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માહિતી વિભાગમાં બઢતી સાથે બદલી:પારુલ મણિયારને ગાંધીનગર ઇલેક્ટ્રોનિક મીડિયા શાખામાં મૂકાયા, જાણો કોને ક્યાં જવાબદારી સોંપાઈ

    7 hours ago

    ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે જિલ્લા માહિતી કચેરીઓમાં મહત્વપૂર્ણ બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત સચિવાલયમાંથી બહાર પાડવામાં આવેલા આ આદેશ મુજબ માહિતી કમિશનર કચેરી હેઠળ ફરજ બજાવતા વર્ગ-1 અને 2 અધિકારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણય અનુસાર વહીવટી કાર્યક્ષમતા વધારવા અને જિલ્લાવાર માહિતી પ્રસારણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા આ બદલીઓ અમલમાં મૂકવામાં આવી છે. યુ.બી. બાવીસાને સુરતથી વલસાડ નિયુક્ત કરાયા આ આદેશ મુજબ જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર ખાતે માહિતી નિયામક વર્ગ 1 તરીકે ફરજ બજાવતા પારુલ મણિયારની બદલી ઇલેક્ટ્રોનિક મીડિયા શાખા, માહિતી કમિશનર કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. જ્યારે યુ.બી. બાવીસાને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતમાંથી બદલી કરીને જિલ્લા માહિતી કચેરી, વલસાડ ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડી.આર. ગજ્જર જે ગાંધીનગર ખાતે માહિતી કમિશનર કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા, તેમને હવે જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગરમાં જ જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત પી. આર. સોનારિયાને સૂચના પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગમાં (પ્રતિનિયુક્તિ હેઠળ) યથાવત રાખવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે કેટલાક અધિકારીઓને તેમની હાલની કામગીરીમાં જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોષીપુરાને રાજકોટથી જામનગર મુકાયા તદુપરાંત, એમ.બી. જોષીપુરાને પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટમાંથી બદલી કરીને જિલ્લા માહિતી કચેરી, જામનગરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બદલીઓ સાથે વિવિધ જિલ્લાઓમાં માહિતી પ્રસારણ વ્યવસ્થામાં નવી ગતિ આવશે અને સ્થાનિક સ્તરે સરકારની યોજનાઓ અને માહિતી વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Dinesh Karthik reveals how Virat Kohli pushed him into RCB coaching role: ‘You would probably fit in quite nicely’
    Next Article
    વઢવાણમાં ₹95 લાખના ખર્ચે 1100 મીટર CC રોડનું ખાતમુહૂર્ત:નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા લોકઉપયોગી કામગીરીનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment