Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના નાના રણમાં વિશ્વનું સૌથી નાનું 'ફેનેક' શિયાળ દેખાયું:વચ્છરાજ બેટ નજીક ફોરેસ્ટ વિભાગે કેમેરામાં કેદ કર્યુ, વજન માત્ર એક કિલો અને લંબાઈ એક ફૂટ

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું દુર્લભ શિયાળ જોવા મળ્યું છે. ફોરેસ્ટ વિભાગની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે આ પ્રાણી કેમેરામાં કેદ થયું હતું. પ્રાથમિક તપાસ અને શારીરિક લાક્ષણિકતાઓના આધારે વન વિભાગે આ શિયાળ 'ફેનેક' પ્રજાતિનું હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે. દુર્લભ પ્રજાતિની લાક્ષણિકતાઓ વન વિભાગના જણાવ્યા અનુસાર, આ શિયાળ સામાન્ય શિયાળ કરતા કદમાં ઘણું નાનું હોય છે. તેનું વજન આશરે 1 કિલો અને લંબાઈ માત્ર 1 ફૂટ જેટલી હોય છે. તેનો રંગ આછો પીળો કે બદામી હોય છે, જે તેને રણની રેતીમાં છુપાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રજાતિ ઊંડા ખાડા ખોદીને જમીનમાં વસવાટ કરવા માટે જાણીતી છે. ખોરાકમાં તે ઉંદર, નાના પક્ષીઓ, ઈંડા, ગરોળી અને નાના જંતુઓનો ઉપયોગ કરે છે. ગુજરાત માટે મહત્વની ઘટના ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિઓમાં સ્થાન ધરાવે છે. હાલના આંકડા મુજબ, રણ વિસ્તારમાં માત્ર 153 જેટલા જ શિયાળ નોંધાયેલા છે. સામાન્ય રીતે ગુજરાતના રણ પ્રદેશમાં 'ડેઝર્ટ ફોક્સ' અથવા 'ઈન્ડિયન ફોક્સ' જોવા મળે છે, પરંતુ ફેનેક ફોક્સ (વલ્પિઝ ઝર્ડા) મુખ્યત્વે ઉત્તર આફ્રિકાના સહારાના રણમાં જોવા મળે છે. જો તપાસમાં આ શિયાળ ખરેખર ફેનેક પ્રજાતિનું સાબિત થશે, તો વન્યજીવ સૃષ્ટિ માટે આ એક અસાધારણ અને ઐતિહાસિક ઘટના ગણાશે. તપાસ ચાલુ છે: ફોરેસ્ટ અધિકારી ઘુડખર અભયારણ્યના ફોરેસ્ટ અધિકારી બી. એમ. પટેલે જણાવ્યું હતું કે, "વચ્છરાજ બેટના પાછળના ભાગમાં પેટ્રોલિંગ દરમિયાન આ નાનું શિયાળ નજરે પડ્યું હતું. તેના કદ, વજન અને રહેવાની પદ્ધતિ જોતા તે ફેનેક હોવાની સંભાવના છે. આ પ્રજાતિ ગુજરાતમાં અત્યંત દુર્લભ છે, તેથી આ દિશામાં હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે." નોંધનીય છે કે કચ્છનું નાનું રણ ઘુડખર સિવાય અનેક વિદેશી પક્ષીઓ અને દુર્લભ વન્યજીવોનું કુદરતી આશ્રયસ્થાન છે. આ નવા મહેમાનના આગમનથી પર્યાવરણવિદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિકલાંગ દંપતીને જમીનના દસ્તાવેજો પરત મળ્યા:સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ મધ્યસ્થી કરી ન્યાય અપાવ્યો
    Next Article
    Dang Weather Update News | સાપુતારાના વાતાવરણમાં પલટો | Weather Change | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment