Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, પંડ્યા પરિવારના ત્રણના મોત:કુટુંબી ભાઈના તેરમાની વીધી માટે વતન જતા હતા, કાલોલ પાસે અજાણ્યા વાહને કારને ટક્કર મારી, પુત્રીને ઈજા

    4 days ago

    પંચમહાલના કાલોલ નજીક ભાટપુરા પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થતાં મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામના પંડ્યા પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પરિવારની 8 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પરિવાર મહીસાગર વતનમાં જઈ રહ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલો પંડ્યા પરિવાર પોતાના વતન મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામે જઈ રહ્યો હતો. કુટુંબી ભાઈનું મોત થતાં તેની તેરમાની વીધી માટે પરિવાર કાર લઈને વતન જવા નીકળ્યો હતો. આ દરમિયાન કાલોલના ભાટપુરા પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. અજાણ્યા વાહને ટક્કર મારતા કારના આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો. પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ અકસ્માતમાં પંડ્યા પરિવારના પતિ-પત્ની અને 17 વર્ષીય પુત્રનું મોત થયું છે. આ દુર્ઘટનામાં જૈની પંડ્યા નામની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ શરૂ ઘટનાની જાણ થતાં જ કાલોલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માત કયા કારણોસર અને કેવી રીતે સર્જાયો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જનરલ હોસ્પિટલના મડિકલ ઓફિસર ડૉ પી જી રાઠોડે જણાવ્યું કે, એક્સપ્રેસ હાઈવે પર વાહન અકસ્માત થતાં 4 દર્દીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં હતા જોકે, ત્રણ દર્દીના મોત થયા છે. જ્યારે એક બાળકી હાલ સારવાર હેઠળ છે. મૃતકોના નામ ઈજાગ્રસ્ત ----- આ પણ વાંચો કડી-નંદાસણ હાઈવે પર ભીષણ અકસ્માત, 5 ઘાયલ કડી-નંદાસણ હાઈવે પર સોમવારે (4 મે) મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. વેલકમ હોટલ પાસે એક ખાનગી કંપનીની સ્ટાફ બસ અને પૂરપાટ ઝડપે આવતાં ડમ્પર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બસનો ડ્રાઇવર કેબિનમાં જ દબાઈ ગયો હતો, જેને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ડ્રાઇવર સહિત કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… 26 એપ્રિલે પણ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 4ના મોત થયા હતા નોંધનીય છે કે, ટ્રાયલ માટે શરૂ કરાયેલા આ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગત 26 એપ્રિલના રોજ આજ વિસ્તારમાં વડોદરાના તાંદલજાના મુસ્લિમ ખીંચી પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. તે દુર્ઘટનામાં પણ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    ખુન કેસમાં ફીટ ન કરવા લાંચ માંગી'તી:રૂ.3.50 લાખની લાંચ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ.ને તકસીરવાન ઠેરવી બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી ખાસ કોર્ટ
    Next Article
    Gujarat Rain LIVE | ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં છવાયો વરસાદી માહોલ | Weather Update | IMD Alert

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment