Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધાનપુરમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ:રાસાયણિક ખાતરના ઉપયોગથી થતા નુકસાન અંગે માર્ગદર્શન અપાયું

    7 hours ago

    દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પ્રાકૃતિક કૃષિ જાગૃતિ માટે એક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. પ્રગતિશીલ ખેડૂત રાઠોડ ચેતનભાઈએ અન્ય ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અને રોગમુક્ત સમાજ નિર્માણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમિયાન, રાઠોડ ચેતનભાઈએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના આડેધડ ઉપયોગને કારણે જમીન બંજર બની રહી છે. આપણા પૂર્વજોએ આપણને ફળદ્રુપ જમીન વારસામાં આપી હતી, પરંતુ આધુનિક ખેતી પદ્ધતિઓએ તેને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખેતરોમાં વપરાતા રાસાયણિક ખાતરોને કારણે અનાજ અને ફળો દ્વારા ઝેર માનવ શરીરમાં પ્રવેશી રહ્યું છે. જેના પરિણામે નાના બાળકો પણ કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ધરતીના જળસ્તર સુધારી શકાય છે, પશુ-પક્ષીઓનું રક્ષણ કરી શકાય છે અને આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપી શકાય છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    બુટલેગર અને પોલીસ વચ્ચે ઉંદર-બિલાડીની રમત!:ગાંધીનગરના રણાસણ પાસે બિનવારસી કારમાંથી વિદેશી દારૂની 2600 બોટલો જપ્ત, બુટલેગર ફરાર
    Next Article
    Mother's Day Menus Across India: The Best Places to Take Mum Out This Sunday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment