Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ મેચમાં રઘુએ 'રાધે-રાધે' લખેલી ચિઠ્ઠી બતાવી:રોહિતની છગ્ગાથી ફિફ્ટી, પંતનો શૂન્ય પર કેચ છૂટ્યો, મુંબઈએ પોતાનો સૌથી મોટો રનચેઝ કર્યો; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

    9 hours ago

    મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026ની 47મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. વાનખેડેમાં રમાયેલી આ મેચમાં મુંબઈએ IPLમાં પોતાનો સૌથી મોટો રનચેઝ કર્યો, જ્યારે લખનઉએ પાવરપ્લેમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. પાંચ મેચ બાદ વાપસી કરી રહેલા રોહિત શર્માની વિસ્ફોટક ઇનિંગ્સ જોવા મળી. આ મેચમાં તેણે 7 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા. તેણે એમ સિદ્ધાર્થની બોલ પર સિક્સર ફટકારીને ફિફ્ટી પૂરી કરી. જ્યારે લખનઉના કેપ્ટન રિષભ પંતને શૂન્યના સ્કોર પર જીવનદાન મળ્યું. વિકેટકીપર રાયન રિકેલ્ટનથી તેનો કેચ છૂટી ગયો. મેચના ટોપ-4 રેકોર્ડ્સ… 1. મુંબઈએ IPLમાં પોતાનો સૌથી મોટો રન ચેઝ કર્યો લખનઉ સામે મુંબઈએ 229 રનનો ટાર્ગેટ 18.4 ઓવરમાં હાંસલ કરી લીધો. આ IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ છે. આ પહેલા આ જ સિઝનમાં ટીમે કોલકાતા સામે 221 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. 2. લખનઉએ શ્રેષ્ઠ પાવરપ્લે સ્કોર બનાવ્યો લખનઉએ મુંબઈ સામે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા. આ IPLમાં તેમનો શ્રેષ્ઠ પાવરપ્લે સ્કોર છે. આ પહેલા 2023માં તેમણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે એક વિકેટના નુકસાન પર 80 રન બનાવ્યા હતા. 3. પૂરને 5મી વખત 20થી ઓછી બોલમાં ફિફ્ટી ફટકારી નિકોલસ પૂરને વાનખેડે સ્ટેડિયમમાં 16 બોલમાં ફિફ્ટી પૂરી કરી. આ IPLમાં 5મી વખત છે, જ્યારે તેણે 20થી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારી છે. આ યાદીમાં સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા ટોચ પર છે, જેમણે 6 વખત આ કારનામું કર્યું છે. 4. રોહિત-રિકેલ્ટનની મુંબઈ માટે ત્રીજી સેન્ચુરી પાર્ટનરશિપ લખનઉ સામે રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને પ્રથમ વિકેટ માટે 143 રન જોડ્યા. આ IPLમાં બંને વચ્ચે ત્રીજી સદીની ભાગીદારી છે, જે આ મામલે સૌથી સફળ જોડી છે. આ મુંબઈની કોઈપણ વિકેટ માટે પાંચમી સૌથી મોટી ભાગીદારી પણ છે. અહીંથી મેચની ટોપ મોમેન્ટ્સ… હાર્દિકની જગ્યાએ સૂર્યા ટોસ માટે આવ્યો લખનઉ સામે મુંબઈની ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો. કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચ રમ્યો નહોતો, તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવ ટોસ માટે આવ્યો. ટીમમાં બે ફેરફાર પણ થયા. કોર્બિન બોશ અને રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ. ટ્રેન્ટ બોલ્ટને પ્લેઇંગ-11માંથી બહાર રાખવામાં આવ્યા. રિષભ પંત શૂન્ય પર આઉટ થતા બચ્યો લખનઉની ઇનિંગ્સની 9મી ઓવરમાં રિષભ પંત આઉટ થતા માંડ માંડ બચ્યો. કોર્બિન બોશે ઓવરનો ત્રીજો બોલ બેક-ઓફ-લેન્થ નાખ્યો. પંતે શોટ રમ્યો, બોલ તેમના બેટનો નીચેનો કિનારો લઈને વિકેટકીપર રિકેલ્ટન પાસે ગયો. ક્લીન કેચને લઈને શંકા હતી, તેથી અમ્પાયર રિવ્યુ લેવામાં આવ્યો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાયું કે બેટની કિનારી લાગી હતી, પરંતુ રિકેલ્ટનના ગ્લોવ્ઝમાં જતા પહેલા બોલ જમીન પર પડી ગયો હતો. અક્ષત રઘુવંશીએ છગ્ગાથી IPLમાં ખાતું ખોલ્યું લખનઉના બેટર અક્ષત રઘુવંશીએ પોતાની IPL કારકિર્દીની ધમાકેદાર શરૂઆત કરી. તેણે ડેબ્યૂ મેચમાં પોતાની પહેલી જ બોલ પર છગ્ગો ફટકાર્યો. ઇનિંગ્સની 11મી ઓવરમાં વિલ જેક્સની પાંચમી બોલ પર તેણે લોંગ-ઓન ઉપરથી 89 મીટરનો સિક્સર ફટકાર્યો. રઘુ શર્માએ ખિસ્સામાંથી નોટ કાઢી; લખ્યું હતું- 'રાધે-રાધે, દર્દભર્યા 15 વર્ષ આજે પૂરા થયા' મુંબઈના બોલર રઘુ શર્માએ લખનઉ સામે IPLની પોતાની પહેલી વિકેટ લીધી. 13મી ઓવરના પહેલા બોલ પર તેણે ફ્લાઈટ કરાવી. બેટર અક્ષત રઘુવંશીએ ક્રીઝમાંથી બહાર નીકળીને ડિફેન્સિવ શોટ રમ્યો, પરંતુ બોલ બેટ અને પેડને અડીને સીધો રઘુના હાથમાં ગયો. ત્યારબાદ તેણે પોતાના ખિસ્સામાંથી કાગળનો એક ટુકડો કાઢીને બધાને બતાવ્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ નજીક આવીને તે નોટ વાંચવાનો પ્રયાસ કરતા દેખાયા. તે નોટ પર લખ્યું હતું- ‘રાધે-રાધે. ગુરુદેવની દિવ્ય કૃપાથી આજે 15 વર્ષનો દર્દભર્યો પ્રવાસ સમાપ્ત થયો. આ અવસર માટે મુંબઈ ઇન્ડિયન્સ (બ્લુ એન્ડ ગોલ્ડ)નો આભાર. હંમેશા આભારી રહીશ. જય શ્રી રામ.’ બુમરાહે વિકેટ લીધી, પરંતુ બોલ નો-બોલ નીકળ્યો લખનઉની ઇનિંગ્સની 14મી ઓવર ઘણી ઇવેન્ટફુલ રહી. જસપ્રીત બુમરાહે ઓવરના ત્રીજા બોલ પર ગુડ લેન્થ નાખી. હિંમત સિંહે શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની કિનારી લઈને સીધો વિકેટકીપરના ગ્લોવ્ઝમાં જતો રહ્યો. મુંબઈ વિકેટની ઉજવણી કરી રહી હતી ત્યાં નો બોલનું સાયરન વાગ્યું. રિપ્લેમાં દેખાયું કે બુમરાહનો પગ ક્રીઝની બહાર નીકળી ગયો હતો. રોહિતે સતત 4 વખત બોલને બાઉન્ડ્રીની બહાર મોકલ્યો મુંબઈના પાવરપ્લેની છેલ્લી ઓવર લખનઉ માટે ઘણી મોંઘી સાબિત થઈ. આ ઓવરમાં રોહિત શર્માએ બોલર આવેશ ખાનની બોલ પર સતત 2 ચોગ્ગા અને પછી 2 છગ્ગા ફટકાર્યા. ઓવરના બીજા અને ત્રીજા બોલ પર રોહિતે ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ ચોથા બોલને ડીપ મિડવિકેટ પર છગ્ગા માટે મોકલી દીધો. આગળનો બોલ આવેશે ફુલ ટોસ નાખ્યો, જેને રોહિતે બેકવર્ડ સ્ક્વેર લેગ ઉપરથી સિક્સ ફટકાર્યો. આ ઓવરમાં 21 રન બન્યા. રોહિતે છગ્ગો ફટકારીને ફિફ્ટી પૂરી કરી રોહિતે લખનઉ સામે 9મી ઓવરમાં ધમાકેદાર અંદાજમાં ફિફ્ટી પૂરી કરી. મણિમરણ સિદ્ધાર્થના ઓવરની પહેલી જ બોલ પર પુલ શોટ રમતા લોંગ-ઓન ઉપરથી છગ્ગો ફટકાર્યો. આ સાથે જ રોહિતે 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આ પછી રોહિતે બેટ ઉઠાવીને દર્શકોનું અભિવાદન કર્યું. નમન ધીરનો શૂન્ય પર કેચ છૂટ્યો પારીની 16મી ઓવરમાં જોશ ઇંગ્લિશે નમન ધીરનો કેચ છોડી દીધો. બોલર મણિમરણ સિદ્ધાર્થની પાંચમી બોલ પર નમને ઓફ-સાઇડ તરફ ઝડપી શોટ રમ્યો. કવર પર ઉભેલા જોશ ઇંગ્લિશે પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવીને બોલ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેમના હાથમાંથી છટકી ગયો. નમને આ સમયે ખાતું પણ ખોલ્યું ન હતું. વિલ જેક્સે છગ્ગો ફટકારી મુંબઈને જીતાડ્યું 19મી ઓવરના ચોથા બોલ પર વિલ જેક્સે છગ્ગો ફટકારી મુંબઈને જીત અપાવી. આવેશ ખાનના ફુલ લેન્થ બોલને તેણે લોંગ-ઓફ બાઉન્ડ્રી ઉપરથી છગ્ગો ફટકાર્યો. વિનિંગ શોટ બાદ તેણે જીતની ઉજવણી કરી. આ સાથે જ મુંબઈએ આ સિઝનની ત્રીજી જીત નોંધાવી.
    Click here to Read More
    Previous Article
    Risking It All: The ‘Naked Dress’ dominates Met Gala 2026 red carpet
    Next Article
    આજે અંગારક ચતુર્થી વ્રત:ગણેશજીને દૂર્વા ચઢાવો, હનુમાનજી સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો; શિવજીને લાલ ફૂલ ચઢાવો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment