Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં વહેલી સવારે કમોસમી વરસાદ:મોડાસા, માલપુર, મેઘરજ, શામળાજીમાં વરસાદ; મકાઈ-બાજરીના પાકમાં નુકસાનની ભીતિ

    11 hours ago

    અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માલપુર, મેઘરજ, શામળાજી અને મોડાસા તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. માલપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. યાત્રાધામ શામળાજી, વાશેરા કંપા, મોડાસાના નાદિસણ ગામ તેમજ મેઘરજ અને ઇસરી, રેલ્લાવાડા, જીતપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતર કરાયેલ મકાઈ, બાજરી અને ઘાસચારાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ:અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાનનું અનુમાન, જાણો ક્યાં કેટલી ગરમી પડશે
    Next Article
    ભાજપે પોલિંગ એજન્ટ પણ પરીક્ષા લઈને બનાવ્યા:આખા પ્રદેશમાં ભાજપનું કમળ ખીલ્યું; જનતાએ ‘બંગાળી અસ્મિતા’ને બદલે ‘ડબલ એન્જિન’ પસંદ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment