Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત:રસ્તાના કામ માટે ઉભેલા રોલર અને ટ્રેકટર સાથે ટેન્કરની જોરદાર ટક્કર, ટ્રાફિકજામ સર્જાયો

    8 hours ago

    અમદાવાદથી વડોદરા તરફ જતા અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના વડોદરા ટોલનાકા પાસે ગત મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે ઓથોરિટી તરફથી કામ કરી રહેલી IRB કંપનીના હાઈવે રોલર, ટ્રેક્ટર અને પેટ્રોલિયમ ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયાનક થતાં અકસ્માત થયો હતો. ધડાકાભેર ટક્કરના કારણએ ટેન્કરનું ટાયર નીકળી ગયું પેટ્રોલિયમ ટેન્કર અન્ય વાહનોમાં ધડાકાભેર ઘૂસી જતાં ભારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો તીવ્ર હતો કે ટેન્કરનું આગળનું ટાયર નીકળી ગયું હતું. સાથે રોલર પણ પલટી મારે તેવી સ્થિતિમાં આવી ગયું હતું. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકજામ થયો આ અકસ્માતને કારણે એક્સપ્રેસવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંદાજિત 2 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં NHAIની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક સરળ બનાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત:પંડ્યા પરિવાર વાસ્તુ પૂજન માટે વતન જતો હતો, કાલોલ પાસે અજાણ્યા વાહને કારને ટક્કર મારી, પુત્રીને ઈજા
    Next Article
    AR Rahman On Vijay's Historic Assembly Election Win: 'May Your Endeavor Shine Brightly'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment